For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત

03:24 PM Nov 13, 2025 IST | admin
મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત

મુન્દ્રાના બારોઈ રોડ પર એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મુન્દ્રા તાલુકા સહિત જિલ્લાના લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Advertisement

પ્રાથમિક માહિતી મુજબ, સવારે સવા છ વાગ્યે વૈશાલીબેન અને તેમના સહેલી અરુણાબેન દૈનિક મોર્નિંગ વોક માટે બારોઈ રોડ પર નીકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટેમ્પોએ તેમને ટક્કર મારી હતી. 47 વર્ષીય વૈશાલીબેન ભુપેનભાઈ ઠક્કરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં વૈશાલીબેનના સહેલી અરુણાબેન અનિલભાઈ ઠક્કરને પણ ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે મુન્દ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટેમ્પો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રાથમિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વૈશાલીબેન મુન્દ્રા તાલુકા લોહાણા સમાજના મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની આકસ્મિક વિદાયથી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બપોરે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૈશાલીબેનના પતિ શાકભાજીનો જથ્થાબંધ વ્યવસાય ધરાવે છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement