કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂ
489 થાંભલા અને 11 ટ્રાન્સફોર્મરમાં નુકશાની ત્વરીત રીપેર કરી 424 ફીડર ચાલુ કરી દેવાયા
પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ઓની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયેલ સૌરાષ્ટ્રકચ્છ-ના જીલ્લાઓમાં વીજ પુરવઠાના પુન:સ્થાપન માટે પીજીવીસીએલની ટીમોને સુસજ્જ રાખવામાં આવેલ. અતિ ભારે વરસાદને કારણે પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ.
ખાસ કરીને કચ્છ જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલ ભારે વરસાદને કારણે જ્યોતિગ્રામ અને ખેતીવાડીના કુલ 424 ફીડરોમાં વીજ વિક્ષેપ આવેલ તેમજ 489 વીજ પોલ અને 11 ટ્રાન્સફોર્મરોમાં નુકશાન થવાને કારણે 253 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયેલ હતો. કચ્છ જીલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો કાયમ કરવા માટે પીજીવીસીએલની કુલ 76 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત જ્યોતિગ્રામ ફિડરોમાં મરામતની કામગીરી હાથ ધરી 48 કલાકમાં બધાજ 253 ગામડાઓમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવેલ.
પીજીવીસીએલના માનવંતા ગ્રાહકો વીજ વિક્ષેપ અંગેની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1800 233 155 333 /19122 તેમજ વોટ્સએપ નંબર 9512019122 ઉપર નોંધાવી શકે છે. પીજીવીસીએલ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે કાયમ કટિબદ્ધ છે.