સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કુલ 309 ખેતીવાડી ફિડર બંધ, 63 પોલ ધરાશાયી
03:28 PM Oct 28, 2025 IST | admin
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાઓએ વીજળી થાંભલાઓ તેમજ ફીડર બંધ થતા તંત્રને મોટો ફટકો પડ્યો છે. તારીખ 28.10.2025ના બપોરે 12.00 વાગ્યા સુધીના વીજળી વિક્ષેપ રિપોર્ટ મુજબ, કુલ 312 ફિડર બંધ થયા છે.જ્યારે કુલ 4 ગામડાં અને 2 શહેરી વિસ્તારો અંધકારમાં વીજળી ગુલ સૌથી વધુ ફિડર બંધ: જામનગર સર્કલ હેઠળ 113 ફિડર બંધ થયા હતા, રાજકોટ ગ્રામ્યમાં 30 અને પોરબંદરમાં 24 ફિડર બંધ થવાની સાથે અનુક્રમે 1 અને 2 ગામડાંમાં વીજળી ગુલ થઈ હતી.ખંભાળિયામાં માં પણ 24 ફિડર બંધ નોંધાયા હતા.વિવિધ સર્કલોમાં કુલ 63 પોલ્સ ડેમેજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને 6 ટ્રાન્સફોર્મર ડેમેજ નોંધાયા છે.
Advertisement
વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી ચાલુ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જલ્દીથી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ટીમો કાર્યરત છે.
Advertisement
Advertisement
