કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી
1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ
ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો જથ્થો ઝડપાવાના સમાચારે પોલીસ બેડા સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે. રાજ્યના પોલીસ વડાના સ્ટેટ મોનીટરીંગ સેલ (દ્વારા રવિવારે સવારે ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ વિપુલ પ્રમાણમાં દારૂૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મોટા દરોડા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જખઈ દ્વારા કરવામાં આવેલી આ રેડ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. આ દરોડામાં 800 પેટી અને 19,000 બોટલ દારૂૂ નો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. દારૂૂના આ કટિંગ વખતે સ્થળ પરથી કુલ 16 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
આટલા મોટા પ્રમાણમાં દારૂૂ પકડાયા બાદ, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા તેમજ પીએસઆઈ એચ.એચ. બ્રહ્મભટ પાસેથી તેમનો ચાર્જ છીનવી લઈને તેમને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. અને તેમની સામે તપાસ ચાલી શકે છે.
માનકુવા પોલીસ સ્ટેશનનો વહીવટી ચાર્જ ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલને સોંપવામાં આવ્યો છે, આ ઘટના દર્શાવે છે કે, રાજ્ય પોલીસ દારૂૂબંધીના અમલને લઈને ગંભીર છે અને આવા મોટા દરોડા બાદ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં સંકોચ રાખતી નથી. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં એક કડક સંદેશ પહોંચ્યો છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.