પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો
એક તરફ સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતુ ત્યારે બીજી તરફ સરહદ પર બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સઘન પેટ્રોલિંગ દરમિયાન કચ્છ નજીક સરહદેથી એક પાકિસ્તાની નાગરીકને બીએસએફ ગુજરાત દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.BSFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને, BSF એ આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાસ કામગીરી શરૂૂ કરી છે.
BSFના જવાનોએ રવિવારે વહેલી સવારે કચ્છમાં સરહદ વાડ નજીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. સૈનિકોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી અને પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લાના રહેવાસી ખાવર તરીકે ઓળખાતા પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો હતો.કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર હરામી નાલાની ઉત્તરે આવેલા વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે BSF એ પણ એક પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યાના લગભગ બે અઠવાડિયા પછી તાજેતરની કાર્યવાહી કરવામાં આવી છે. બીએસએફ દ્વારા પકડાયેલા પાકિસ્તાનીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.