For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું

11:35 AM May 27, 2025 IST | Bhumika
ભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું

ગુજરાત પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમનો અમદાવાદમાં રોડ શો પણ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના લોકોને સંદેશ આપતા તેમણે કહ્યું કે ફક્ત પાકિસ્તાનના લોકો જ તેમને આતંકવાદથી મુક્ત કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, તમે લોકો ક્યાં છો?

Advertisement

પીએમ મોદીએ કહ્યુ જ્યારે તેમના ડ્રોન આવ્યા ત્યારે આંખના પલકારામાં એક પછી જમીન પર પડવા લાગ્યા હતા. ભારતે પાકિસ્તાનના એરબેઝ, લશ્કરી છાવણીનો નાશ કરતાં દુનિયા ચોંકી ગઈ અને પાકિસ્તાન ધ્રૂજી રહ્યું હતું. અમે પાકિસ્તાનના હુમલાનો એટલી તાકાતથી જવાબ આપ્યો કે તેમની મોટા એરસ્પેસ નાશ પામ્યા હતા. પાકિસ્તાનને લાગ્યું કે તેઓ ટકી શકશે નહીં કારણ કે ભારતે તેનું ઉગ્ર સ્વરૂૂપ બતાવ્યું હતું. પાકિસ્તાને થોડા કલાકોમાં જ સફેદ ઝંડા બતાવવાનું શરૂૂ કરી દીધું જેથી તેના પર ફરીથી હુમલો ન થાય.

પીએમ મોદીએ વધુમાં કહ્યું જે લોકો ભારત તરફ આંખ ઉઘાડીને જોશે તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. ઓપરેશન સિંદૂર એ માનવતાના રક્ષણ અને આતંકવાદનો અંત લાવવાનું ઓપરેશન છે. મેં બિહારમાં ગર્વથી જાહેરાત કરી હતી કે હું આતંકવાદનો નાશ કરીશ. મેં પાકિસ્તાન દ્વારા આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે 15 દિવસ રાહ જોઈ, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં, તેથી મેં સેનાને પણ ખૂલ્લી છૂટ આપી દીધી. અમે દુનિયાને બતાવ્યું કે અમે અહીં બેઠા બેઠા આતંકવાદીઓનો ખાત્મો કરી શકીએ છીએ.

Advertisement

પીએમ મોદીએ કચ્છના વિકાસ વિશે વાત કરતા કહ્યું કે, આ પહેલા કચ્છના કોઈપણ મુખ્યમંત્રી કે મંત્રીનું ભાષણ પાકિસ્તાનથી શરૂૂ અને સમાપ્ત થતું હતું, પરંતુ તેમણે 2001માં નક્કી કર્યું કે તેઓ આ વાત પર સમય બગાડશે નહીં, પરંતુ કચ્છના સામર્થ્યને ઉજાગર કરશે જેથી પાકિસ્તાનને ઈર્ષ્યા થાય. તેમણે કહ્યું કે આપણે એવું કચ્છ બનાવ્યું છે કે દુશ્મનો તેનો વિકાસ જોઈને ઈર્ષ્યા કરે છે.

પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે ભારતની જીરો ટોલરેન્સની નીતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જે આપણું લોહી વહેવડાવવાનો પ્રયાસ કરશે, તેને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. ભારત સામે આંખો ઉંચી કરનારાઓને કિંમત ચૂકવવી પડશે. તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ મિશનનો ઉદ્દેશ્ય આતંકવાદને નાબૂદ કરવાનો અને માનવતાનું રક્ષણ કરવાનો છે.

મોદીને ધ્યાનથી સાંભળો, તમારી સેના અને સરકાર આતંકવાદીઓને ટેકો આપી રહી છે. પાકિસ્તાનના લોકોએ નક્કી કરવું પડશે કે શું આ રસ્તો તેમના માટે યોગ્ય છે શું તેનાથી તેમને ફાયદો થશે? હું પાકિસ્તાનના લોકોને કહેવા માંગુ છું, તમારી સરકાર તમારા ભવિષ્યનો નાશ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement