કચ્છમાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ઓપરેશન
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે 500 ફૂટના બોરવેલમાં પડેલી 18 વર્ષની યુવતીને બચાવવા ગાંધીનગરથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આર્મી, ઇજઋ અને ફાયર વિભાગનું રેસક્યું ઓપરેશન સફળ ન થતા હવે BSF ની ટીમે મોરચો સંભાળ્યો છે. આ યુવતી છેલ્લા 12 કલાકથી બોરવેલમાં ફસાઈ છે, જેને બહાર કાઢવા માટે રેસક્યું ઓપરેશન ચાલુ છે.
મળતી માહિતી અનુસાર 18 વર્ષની યુવતીનું નામ ઈન્દ્રાબેન કાનાજી મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. યુવતીના માતા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા, જેથી તે તેના પિતરાઈ ભાઈ સાથે જ વર્ષોથી રહે છે. વહેલી સવારે 5 વાગ્યે બે બહેનો બાથરૂૂમ જવા બહાર નીકળી હતી, એક પાછી આવી ગઈ પણ બીજી બહેન પરત આવી નહોતી, થોડીવારમાં બોરમાંથી બચાવોનો અવાજ આવવા લાગ્યો હતો. જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા. અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી હતી.
હાલ ઘટના સ્થળ પર ઈન્ડિયાન આર્મી, ઇજઋ, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સૂંડા, આરોગ્ય વિભાગની અને પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમ હાજર છે. BSF ની ટીમ પણ ગાંધીનગરથી આવી પહોંચી છે. યુવતી બોરવેલમાં 460 ફૂટે ફસાઈ છે. હાલ બોરવેલમાં ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો છે, આ સાથે કેમેરો પણ બોરવેલમાં ઉતારાયો છે. તો લોખંડનો હુક નાખી યુવતીને બહાર કાઢવાના પ્રયાસ પણ ચાલુ છે. જોક ે, ગઈકાલેસાંજથી જ બોરવેલમાંથીયુવતિનો અવાજ આવતો બંધ થઈ ગયો છે પરિણામે ચિંતાની લાગણી જન્મી છે.
આ ઘટનાની જાણકારી મળતાં ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે.