For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..' ભુજમાં PM મોદીનું સંબોધન

06:30 PM May 26, 2025 IST | Bhumika
 ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે    ભુજમાં pm મોદીનું સંબોધન

Advertisement

ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરનો ભવ્ય રોડ શો કર્યો હતો. વડોદરા સિંદૂર યાત્રા પુરી કર્યા બાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે. જ્યાં તેમણે નવ નિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલીઝંડી આપી હતી. ત્યારબાદ PM મોદી ભુજ ખાતે પહોંચ્યા હતાં. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો.

PM મોદી ભુજ ખાતે પહોંચ્યા હતાં. PM મોદીએ રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. બાદમાં પીએમ મોદીએ કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.

Advertisement

ભુજમાં PMએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, 'આપણો તિરંગો ઝુકવું ન જોઈએ...' તેમણે કહ્યું કે, 'પાણી માટે સદીઓથી કચ્છ તરસતું હતુ પરંતુ નર્મદા મૈયાની કૃપાથી મને નિમિત બનાવીને સુખી ધરતી પર પાણી પહોંચાડવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, 'મુખ્યમંત્રીના રૂપમાં પ્રથમવાર નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું ત્યારે એ દિવસ કચ્છ માટે દિવાળી બની ગયો હતો. મારું સૌભાગ્ય છે કે, સૂકી ધરતી પર પાણી પહોંચાડવા નિમિત બનવાનો મને અવસર મળ્યો છે'

PM મોદીએ કહ્યું કે'22 મે બાદ મેં ક્યારેય છૂપાવ્યું નથી. બિહારની જનસભામાં ઘોષણા કરી હતી કે, આતંકવાદના ઠેકાણાઓને મિટ્ટીમાં મિલાવી દઈશ. 15 દિવસ સુધી અમે રાહ જોઈ કે, પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ કાર્યવાહી પણ કરશે. પણ કદાચ આતંકવાદ જ તેની રોજીરોટી છે. જ્યારે તેને કંઈ ન કર્યું પછી મે દેશની સેનાને ખુલ્લી છૂટ આપી. ભારતના ટાર્ગેટ પર આતંકવાદીઓના હેડક્વાર્ટર હતા. સેંકડો કિલોમીટર અંદર જઈને સીધો હુમલો કરીને આવી ગયા. આ દર્શાવે છે કે, આપણી સેના કેટલી સક્ષમ અને અનુશાસિત છે. અમે દુનિયાને દેખાડ્યું કે, અમે આતંકવાદના અડ્ડાને અહીં બેઠા બેઠા મિટ્ટીમાં મિલાવી શકીએ છીએ'.

વધુમાં તેમણે કહ્યું કે,'ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાઈ ગયું તે પણ અમે જોયું છે. 9 તારીખે રાત્રે આપણી કચ્છની સીમા પર પણ ડ્રોન આવ્યા. 71ના યુદ્ધને યાદ કરો અહીં જે વીરાંગના આવી હતી તેમને રનવે બનાવ્યો હતો. આજે મારું સૌભાગ્ય છે કે, 71ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના્ વૃક્ષનો રોપ આપ્યો છે જે પીએમ હાઉસમાં લાગશે. આ સિંદૂરનો રોપ છે. જે વટવૃક્ષ બનીને રહેશે.'

PM મોદીએ કહ્યું કે,'આ વખતે આખું પાકિસ્તાન કાંપી રહ્યું હતું. 71માં તે વિચારતા હતા કે ભુજના એરબેઝ પર હુમલો કર્યો હતો. ત્યારે આપણી બહેનોએ કમાલ કરીને બતાવી દીધું હતું,. બહાદુરીની મિશાલ બતાવી હતી. સાથીઓ પાકિસ્તાનના હુમલાનો જવાબ આપણે એટલે તાકાતથી આપ્યો કે તમામ એરબેઝ આજે પણ ICUમાં પડ્યા છે. ત્યારે જઈને પાકિસ્તાન શરણાગતિ માટે મજબૂર થઈ ગયું. પાકિસ્તાનને લાગ્યું કે બચી નહીં શકીએ ભારતે રોદ્ર રૂપ બતાવી દીધું છે. આપણી સેનાનું પરાક્રમ હતું. આપણી સેનાનું સાહસ હતું'.

વધુમાં તેમણે કહ્યું કે,'ભારતની લડાઈ સીમા પારના આતંકવાદ સામે છે. જે પોષી રહ્યા છે તેની સાથે દુશ્મની છે. હું કચ્છની ધરતી પરથી પાકિસ્તાનના લોકોને કહેવા માગુ છું કે, શું મેળવ્યું તમે, હિન્દુસ્તાન દુનિયાની ચોથી ઈકોનોમી બન્યું તમારા હાલ શું છે. તમને દરદર ભટકવા મજબૂર કોણે કર્યા. આતંકવાદના આકાઓને. પાકિસ્તાનના નાગરિકો, ખાસ કરીને ત્યાંના બાળકો મોદીની વાત કાન ખોલીને સાંભળી લો,. તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાકિસ્તાન સેના અને સરકાર માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે'.

PM મોદીએ કહ્યું કે,'પાકિસ્તાનના યુવકોને નક્કી કરવું પડશે કે આ રસ્તો તેના માટે ઠીક છે. શું તેનું ભલું થઈ રહ્યું છે. શું તેનાથી પાકિસ્તાનના બાળકોની જિંદગી બનશે. પાકિસ્તાનને આતંકની બીમારીથી મુક્ત કરવા તેની જનતાને આગળ આવવું પડશે. સુખચેનની જિંદગી જીવો, રોટી ખાવ નહીં તો મારી ગોલી તો છે જ'.

વધુમાં તેમણે કહ્યું કે,', 'ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટલાઈટ આ બધુ ગ્રીન હાઈડ્રોજનથી ચાલવાનું છે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંથી એક છે. આજે પણ અહીં ગ્રીન હાઈડ્રોજન કારખાનાનો શિલાન્યાસ થયો છે. કારખાનામાં જે ટેક્નોલોજી લાગી છે તે પણ મેડ ઈન ઈન્ડિયા છે'

PM મોદીએ કહ્યું કે, 'અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે. ઓપરેશન સિંદૂરે આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે પણ ભારતીયોનું ખૂન વહાવવાની કોશિશ કરશે તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. ભારત પર આંખ ઉઠાવવાવાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે'.

વધુમાં તેમણે કહ્યું કે,'પાકિસ્તાન જેવો દેશ છે કે, જે ટેરરિઝમને ટુરિઝમ માને છે. જે દુનિયા માટે મોટો ખતરો છે. આપણા ગુજરાતમાં કચ્છના લોકોને ખબર હશે કે, પહેલા ગાંધીનગરથી કોઈ મુખ્યમંત્રી કે મંત્રી કચ્છ આવે ત્યારે તેના ભાષણમાં પાકિસ્તાનથી શરૂ થતું અને પાકિસ્તાનથી પુરું થતું હતું. તમે જોયું હશે કે, 2001માં નક્કી કરી લીધું કે, હું તેમાં સમય બરબાદ નહીં કરું,. હું ફક્ત કચ્છની તાકાતની વાત કરીશ. કચ્છના લોકોએ પૂરા સામર્થ્ય સાથે પાકિસ્તાનને પણ ઈષ્યા થઈ જાય તેવું કચ્છ બનાવી દીધુ છે'.

Advertisement
Tags :
Advertisement
Advertisement