For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખેલાયો ખૂની ખેલ: યુવાન પર પિતા-પુત્રનો છરીથી હુમલો

12:20 PM Feb 05, 2025 IST | Bhumika
ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખેલાયો ખૂની ખેલ  યુવાન પર પિતા પુત્રનો છરીથી હુમલો

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક ઝઘડાનું મનદુ:ખ રાખીને પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ભુજ તાલુકાના રતિયા ગામના મામદ અબ્દુલ્લા ભોરિયાની ફરિયાદ મુજબ, તેમના કૌટુંબિક ભાઈઓ ફારુક અને આશીફનો ઈસ્માઈલ નૂરમામદ સમા સાથે ઝઘડો થયો હતો. સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ઈસ્માઈલ, તેના પુત્રો જબાર અને નવાબ તથા એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા.ઈમરજન્સી ગેટ પાસે કેસ પેપર કઢાવતી વખતે આરોપીઓએ ગાળાગાળી શરૂૂ કરી અને નવાબે નેફામાંથી છરી કાઢીને મામદ ભોરિયાના ગળા પર હુમલો કર્યો હતો. મામદ નીચે નમી જતાં તેના માથા અને હાથ પર ઘા પડ્યા હતા. જબારે પણ મામદના ભાઈ પર હુમલો કર્યો હતો.હોસ્પિટલના સુરક્ષા સ્ટાફે વધુ હિંસા અટકાવી હતી.

Advertisement

પોલીસે ઈસ્માઈલ નૂરમામદ સમા, જબાર ઈસ્માઈલ સમા અને નવાબ ઈસ્માઈલ સમા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.ચિંતાજનક બાબત એ છે કે અદાણી સંચાલિત આ હોસ્પિટલમાં સામાન્ય રીતે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, ઘટના સમયે વિના તપાસે લોકોને પ્રવેશ અપાયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ ગંભીર ઘટના અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ ઘટના હોસ્પિટલની પોલીસ ચોકી સામે જ બની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement