રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડની સાયકોટ્રોપિક દવાઓનો ભચાઉ નજીક ભઠ્ઠીમાં નાશ કર્યો

11:29 AM Jan 25, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મુન્દ્રા કસ્ટમ્સે 2024 માં આફ્રિકા જતા નિકાસ માલમાંથી એનડીપીએસ કાયદા હેઠળ આવરી લેવામાં આવતા સાયકોટ્રોપિક પદાર્થ, ટ્રામાડોલની 94 લાખ ગોળીઓ જપ્ત કરી હતી, જેનો ભચાઉ પાસે ભઠ્ઠીમાં કસ્ટમ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. આ જથ્થાની કુલ કિંમંત 150 કરોડ જેટલી થવા જાય છે. 2018 માં એનડીપીએસ કાયદા હેઠળ સાયકોટ્રોપિક પદાર્થો તરીકે વર્ગીકૃત થયા પછીની સૌથી મોટી ટ્રામાડોલ જપ્તીઓમાંની એક હતી. મુંદ્રા કસ્ટમની આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલી દવાઓનો ગતરોજ 23/1ના ભચાઉમાં સ્થિત ઇન્સિનેરેટરમાં કરવામાં આવ્યો હતો.

Advertisement

આ નાશ કવાયત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (ઈઇઈંઈ) દ્વારા 10 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી અખિલ ભારતીય ડ્રગ ડિસ્પોઝલ ઝુંબેશનો એક ભાગ છે. આ ઝુંબેશ ભારતીય કસ્ટમ્સની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે કે તેઓ ડ્રગ હેરફેરનો સામનો કરવા માટે તૈયાર છે અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો (ગઉઙજ)નો ઝડપી અને કાર્યક્ષમ નિકાલ સુનિશ્ચિત કરે છે. નોંધપાત્ર છે કે આજ સ્થળે અગાઉ 21 હજાર કરોડના ડ્રગ્સના જથ્થાનો ડીઆરઆઈએ નાશ કર્યો હતો.

Tags :
Bhachaugujaratgujarat newsMundra Customspsychotropic drugs
Advertisement
Advertisement