ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડા

11:05 AM Oct 28, 2025 IST | admin
Advertisement

દિપાવલી નુતન વર્ષના પર્વ નિમિતે ઇજઋ હેડ ક્વાર્ટર કોડકી રોડ ભુજ મધ્યે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને 800 થી વધુ મીઠાઇ ના બોક્સ આપી શુભેચ્છા પાઠવી હતી. સાંસદશ્રી છેલ્લા 12 વર્ષ થી દરેક મોટા પ્રસંગોએ કચ્છની વિવિધ બોર્ડર પર જઇ આપણા સરહદના સંત્રીઓ સાથે મળી લાગણી ભાવનાઓ ની આપ લે કરે છે.

Advertisement

દેશના વિવિધ પ્રાંતો માંથી પોતાના વતન પરિવાર થી દૂર માં ભોમની રક્ષા માટે સરહદે તૈનાત રહે છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી જેવી રીતે દર તહેવારોએ તેમની વચ્ચે તેમની સાથે દેશની સરહદે, દુર્ગમ વિસ્તારો માં હાજરી આપી શુભેચ્છા પાઠવે છે. તેમની આ ભાવનાઓ માંથી પ્રેરણારૂૂપ સાંસદશ્રી વિનોદભાઇ પણ અચુક અવિરત જવાનો સાથે સંપર્ક માં રહે છે. તેમણે આજે ઇજઋ હેડ ક્વાર્ટર 800 થી વધારે મીઠાઇ ના બોક્ષ તેમજ રાપર તાલુકાનાં કુડા બોર્ડર ચેક ઉપર 200 મીઠાઇ બોક્ષ મોકલાવ્યા હતા. આ પ્રસંગે ઇજઋ ડી.આઈ.જી. શ્રી વાય.એસ. રાઠોડ કમાન્ડર શ્રી સુરેન્દ્રસિંહ, ઈન્સ્પેકટર શ્રી અજયલાલ, શ્રી રાકેશસિંગ, સબ ઈન્સ્પેકટર સુરેન્દ્રકુમાર, હેડ કોન્સટેબલ હરમીતસીંગ, કોન્સટેબલ હાશીલઉર રહેમાન તેમજ મહિલા કોન્સ્ટેબલો ની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઇ વરચંદ, સર્વશ્રી દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ રશ્મિબેન સોલંકી, નરેશભાઇ મહેશ્વરી, મોહન ચાવડા, અશોક હાથી, કમલ ગઢવી, જયેશ ઠક્કર, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, પ્રફુલસિંહ જાડેજા, માવજીભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, ચેતન ઠક્કર, વીજુબેન રબારી, મનીષાબેન સોલંકી, દીપકભાઈ ડાંગર, દીપક સિજુ વિગેરે લોકોએ હાજરી આપી હતી.

Tags :
gujaratgujarat newsKutchKutch news
Advertisement
Next Article
Advertisement