For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીર પ્રેમી પંખીડા પાકિસ્તાનથી ભાગી કચ્છ પહોંચ્યા, ગ્રામજનોએ ઝડપી પાડયા

12:31 PM Oct 09, 2025 IST | Bhumika
સગીર પ્રેમી પંખીડા પાકિસ્તાનથી ભાગી કચ્છ પહોંચ્યા  ગ્રામજનોએ ઝડપી પાડયા

પાકિસ્તાનના 15-16 વર્ષની વયના કિશોર-કિશોરી રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંને કિશોર-કિશોરીને ખડીર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ તેમના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા.

Advertisement

મળતી માહિતી મુજબ, રાપરથી ઝડપાયેલા બંને ભીલ સમાજના છે અને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની હોવાનું સામે આવ્યું છે. બંને એકબીજાની પડોશમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે રણ સરહદે ચોતરફ પાણી ભરાયેલું છે. તેવામાં બંને વ્યક્તિનો આવો વિકટ રસ્તો પગપાળા ચાલીને ગઇકાલે સવારે ખડીર દ્વીપના આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રતનપર ગામના સીમાડે પહોંચ્યા હતા.

જ્યાં ગામના તળાવ પાસે સાંગવારી માતાજીના મંદિર નજીક બંને કિશોર-કિશોરી શંકાસ્પદ જણાતાં સ્થાનિકોએ તેમની પૂછપરછ કરતાં બંને પાકિસ્તાની સિંધી બોલતા હતા. આ પછી ગામના સરપંચને આ મામલે જાણ કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના મામલે ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્થળ પર પહોંચીને બંનેની અટકાયત કરી હતી અને તબીબી તપાસ બાદ બંનેને ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં મોકલવામાં આવશે. બંનેના નામ તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ) (ઉં.વ.16) તથા મીના ઉર્ફે પુજા કરશન ચૂડી (ઉં.વ.15) રહે. ગામ-લસરી, તા-ઈસ્લામકોટ, જિ-થરપારકર, પાકિસ્તાન) હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement