For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યા

05:52 PM Aug 22, 2025 IST | Bhumika
ગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યા

ગાંધીધામનાં જવાહર નગર વિસ્તારમા મોડી રાત્રે લુટનાં ઇરાદે એક પરપ્રાંતિય યુવકની હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે આ ઘટનામા યુવક પર 3 થી 4 અજાણ્યા શખસોએ હુમલો કરી લુંટનો પ્રયાસ કર્યો હતો અને જપાજપીમા યુવકને છરીનાં ઘા ઝીકી દેતા તેનુ હોસ્પીટલે પહોંચે તે પહેલા મૃત્યુ નીપજયુ હતુ. આ ઘટનામા પોલીસે ચાર આરોપીને સકંજામા લઇ પુછપરછ શરુ કરી છે.

Advertisement

વધુ વિગતો મુજબ ગાંધીધામનાં જવાહર નગર પાસે સુનીલ કનૈયાલાલ નટ (ઉ.વ. 36 ) ને 3 થી 4 અજાણ્યા શખસોએ રોકી લુંટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સુનીલે પ્રતીકાર કરતા આરોપીઓએ તેની સાથે જપાજપી કરી હતી. અને આ જપાજપીમા અજાણ્યા શખસોએ સુનીલને છરીનાં ઘા ઝીકી દેતા એ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને આ સમયે આરોપીઓ ત્યાથી નાસી ગયા હતા. આ સમયે સુનીલને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. પરંતુ ત્યા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ. અને ઘટના હત્યામા પલ્ટાય હતી.

આ ઘટનાની જાણ થતા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટ મોર્ટમ મોકલી આપ્યો હતો. તેમજ આ ઘટનામા મૃતકનાં પિતરાઇ ભાઇની ફરીયાદ પરથી અજાણ્યા શખસો વિરુધ્ધ લુંટ વીથ મર્ડરનો ગુનો નોંધવામા આવ્યો હતો. ફરીયાદમાથી જાણવા મળ્યુ હતુ કે સુનીલ અને તેનો પિતરાઇ ભાઇ બંને મોરબીથી ગાંધીધામ આવી રહયા હતા આ સમયે જવાહર નગર બ્રીજ નીચે બસમાથી ઉતર્યા હતા. અને પગપાળા ચાલીને ઘર તરફ જતા હતા ત્યારે આરોપીઓએ તેમની પાસેથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

Advertisement

આ ઘટનામા પોલીસે સામખીયાળી સુધી પીછો કરી 3 આરોપીઓ અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા, અસ્લમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે ખીસ્કોલી, હારુન કેવર અને મામદ ઉર્ફે ઘોળોને ઝડપી લેવામા આવ્યા હતા આ તમામ આરોપીઓએ લુંટનો વીડીયો જોઇ લુંટનુ કાવત્રુ ઘડયુ હોવાનુ પ્રાથમીક તપાસમા ખુલ્લી રહયુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement