મુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યા
કુકમા ગામે તળાવની પાળ પાસે આધેડની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મોબાઇલ બાબતેની માથાકૂટમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા પરિવારજનો એકત્ર થયા હતા.બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
પધ્ધર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી હાજાપર હરૂૂડી ગામના બાબુભાઈ મોહનભાઈ રબારીએ કુકમા ગામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, કુકમા ગામની તળાવની પાળ પર આ બનાવ બન્યો હતો.4 તારીખે રાત્રિના 6 વાગ્યાથી 5 તારીખે સવારે 8:30 દરમિયાન બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.ફરીયાદીના કાકા હરૂૂડી ગામના 45 વર્ષીય વિભાભાઈ ખેંગારભાઈ રબારી સાથે બંને આરોપીએ મોબાઈલ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી માથામાં કડુ ફટકારી જીવલેણ ઈજા પહોંચાડવા સાથે માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું.
જેથી કુકમા ગામના અશોકભાઈ પચાણભાઇ વાદી અને નરેશભાઈ પચાણભાઈ વાદી સામે પધ્ધર પોલીસમાં હત્યા સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી બંને ભાઈ સુતા હતા ત્યારે હતભાગીએ મોબાઈલ લઈ લેતા પરત લેવા બાબતે ડખો થયો હતો.જેમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.હાલ પધ્ધર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે આગળની તપાસ પીઆઈ એ.જી.પરમાર ચલાવી રહ્યા છે.
મોરબીમાં આધેડ સાથે ફ્રોડ, રૂા.3.33 લાખની છેતરપિંડી
ગુજરાત મિરર, મોરબી તા.6- કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચારજો! સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપિંડીનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમા પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના આધેડેને આરોપી વોટ્સએપ પર APK ફાઈલ મોકલતા આધેડે ઓપન કરતા આધેડના ખાતામાંથી રૂૂ. 3.33.500 ટ્રાન્સફર કરી આધેડ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મૂળ લજાઈ ગામના વતની અને હાલ મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર સરદારનગર-1મા નેચરલ પેલેશ -301 ત્રીજા માળે રહેતા અશોકભાઇ દામજીભાઈ કોટડીયા (ઉ.વ.46) એ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ અઙઊં. ફાઇલનો મેસેજ મોકલતા ફરીયાદીએ આ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ હેક કરીનેફરીયાદીના HDFC Bank એકાઉન્ટમાથી કુલ રૂૂ. 3,33,500/- ટ્રાંસફર કરી મેળવી લઇ ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
