For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ

11:37 AM Apr 10, 2025 IST | Bhumika
રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ

વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં કામ કરતી ખાનગી કંપનીના ઈજનેર ગુમ થયો છે. જેની શોધખોળ આજે ચોથા દિવસે પણ યથાવત છે. બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.ગત 6 એપ્રિલે આ ઇજનેર ગુમ થયાની ઘટના બની હતી, જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા.

Advertisement

અદાણી કંપની દ્વારા 50,000 હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી. આ માટે પંદરેક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો હતો. આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ હતી, જેમાં ત્રણ લોકો સવાર હતા. રણમાં ગાડી આગળ ન જઈ શકતા બે લોકો ચાલીને અંદર ગયા હતા, જ્યારે ડ્રાઈવર ગાડી સાથે રાહ જોઈ રહ્યો હતો. કાળઝાળ ગરમીમાં બે કામદારો થાકતા પાછા ફર્યા હતા.

આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા. તેઓ પાછા ફરતા હતા, ત્યારે એક સર્વેયર રણમાં જ બેસી ગયો હતો અને ઈજનેરને ગાડી લાવવા મોકલ્યો હતો. પરંતુ ગાડી લાવવા ગયેલો ઈજનેર અર્નબ પાલ ગુમ થઈ ગયો હતો. જેની શોધખોળની કામગીરી બાલાસર ખડીર પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ગત રાતથી જ શરૂૂ કરવામાં આવી છે. બીએસએફના 7 વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો છે. રાત્રે પણ ઈજનેરના મોબાઈલની લાઈટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.જાણકારોની મદદથી રણના આસપાસના જંગમ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી રહી છે. ગુમ થયેલા ઈજનેર તા.6 ના લાપતા થયો હતો જેની શોધખોળ માટે સતત બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ, વન વિભાગ, બીએસએફ સહિતના 125થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઈજનેરની શોધખોળ માટે સુરક્ષા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement