વેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગ
05:22 PM May 30, 2025 IST | Bhumika
પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન ગોડાઉનમાં શુક્રવાર, 30 મે 2025ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મેજર ફોલ જાહેર કરવામાં આવ્યું છે. આગની જાણ થતાં જ વેલસ્પન કંપનીની ફાયર બ્રિગેડ ટીમો સહિત અન્ય ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂૂ કર્યા છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે, સ્થાનિક લોકો અને કર્મચારીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.
Advertisement
Advertisement