રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો

11:42 AM Jan 03, 2025 IST | Bhumika
Advertisement

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે દરમિયાન તલવારના ઘા મારી હત્યા કરાઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. મૃતક યુવતી ગૌરી ગરવાની હત્યા તેના જ પ્રેમી સાગર સંધારે કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

માંડવીના ગોધરા ગામની 32 વર્ષીય ગૌરી ગરવા નામની યુવતી તુંબડી આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત નોકરી કરતી હતી. નિત્યક્રમ મુજબ નોકરી માટે ઘરેથી નીકળી બસ સ્ટેન્ડ જઈ રહી હતી. ઘરથી થોડે દુર પહોંચી ત્યારે આરોપીએ તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકીમને હત્યા કરી આરોપી સાગર ફરાર થઇ ગયો હતો.

યુવતીની હત્યા એક તરફી પ્રેમમાં થઈ હોવાનું ખુલ્યું છે આરોપી સાગર યુવતીને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા માંગતો હતો. થોડા દિવસથી યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા અને અન્ય યુવક સાથે મિત્રતા કેળવી હોવાની જાણ સાગરને થતા હત્યાને અંજામ આપ્યો હતો.

ાગરે ગૌરીની હત્યા કરી પોતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાગરને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ માંડવી પોલીસે આરોપીના બે દીવાના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimeGodhraGodhra newsgujaratgujarat newskuchKutch newsmurder
Advertisement
Next Article
Advertisement