For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નલિયા-માંડવી માર્ગે ગેરકાયદે ખનીજ ખનન કરતા આઠ ટ્રક મામલતદારે જપ્ત કર્યા

01:01 PM Dec 19, 2023 IST | Sejal barot
નલિયા માંડવી માર્ગે ગેરકાયદે ખનીજ ખનન કરતા આઠ ટ્રક મામલતદારે જપ્ત કર્યા

ભૂસ્તરવિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતા-ભુજની ફ્લાઈંગ સ્કવોડે રવિવારે ખાવડા બાજુ ભારત-પાકિસ્તાન સરહદ બાજુ આરી પાર્ક ખાતે અધિકૃત રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધારે બ્લેકટ્રપ (ખનિજ) જથ્થાનું વહન કરતાં આઠ ડમ્પર જપ્ત કર્યા હતા.અબડાસા તાલુકાના મામલતદારે ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતી રેતીની ટ્રકને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. નલિયા-માંડવી રોડ ઉપર અબડાસા મામલતદાર મહેશ કતીરાએ ખનિજચોરી અટકાવવા પેટ્રોલિંગમાં હતા ત્યારે માંડવી તરફથી રેતી ભરેલી ટ્રક સહારા હોટેલ પાસે અટકાવી ડ્રાઈવરને પૂછપરછ કરતાં તે જ ગાડીમાં રેતી ભરેલી હતી તેની રોયલ્ટી અને પરમિટની માંગણી કરતાં ડ્રાઈવર દ્વારા રજૂ કરવામાં ન આવતાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ટ્રકને કોઠારા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી હતી. આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે.
તેમજ વિશ્વના સૌથી મોટો સોલાર પ્રોજેકટના નિર્માણ માટે જરૂૂરી તો મટીરીયલની ગેરકાયદેસર રીતે ઓવર લોડ પરિવહન થતું હોવાનું ગણગણાટ બાદ ખનીજ વિભાગ દ્વારા મદદનિશ નિયામક(ફ્લાઈંગ સ્કોવર્ડ),ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું,કચ્છ ભુજ દ્વારા અદાણી ગ્રીન સોલાર પાર્ક,ઇન્ડો પાક બોર્ડર,ખાવડા ખાતે અધિકૃત રોયલ્ટીપાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધારે બ્લેક ટ્રેપ ખનીજ જથ્થાનું વહન કરતા આઠ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા.જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement