For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના ત્રગડી ગામેથી 83 લાખનો દારૂ ઝડપાયો

11:49 AM May 24, 2025 IST | Bhumika
કચ્છના ત્રગડી ગામેથી 83 લાખનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલે 13,611ના બિયર ટીન, સાત વાહન, ચાર મોબાઇલ સહિત રૂા.1.21 લાખનો મુદામાલ જપ્ત: ડ્રાઇવર સહિત કુલ 16 શખ્સોની સંડોવણી ખુલી

Advertisement

રાજ્ય સ્તરની સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.સી.)ની ટુકડીએ માંડવી-ત્રગડી ગામમાં રહેણાક મકાનમાંથી તથા વાહનોમાંથી માતબર રકમનો દારૂૂનો જથ્થો ઝડપી પાડયો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હાથ ધરાયેલી કાર્યવાહીમાં રૂૂા. 83,78,729નો અંગેજી દારૂૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાપરમાં મકાનમાંથી રૂૂા. 1.59 લાખનો શરાબ પકડી પાડયો હતો તેમજ રાપર તાલુકાની લખાવાંઢ સીમમાં વાડીમાંથી રૂૂા. 13,200નો દારૂૂનો જથ્થો આડેસર પોલીસે કબજે લીધો હતો.

જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં દારૂૂની બદીએ માથું ઊંચક્યું હોવાની અનેક ફરિયાદો વચ્ચે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસ.એમ.સી. પોલીસ ટીમે દારૂૂનો ગુણવત્તાસભર દરોડો પાડયો હતો. પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રગડી ગામમાં આરોપી રોહિતસિંહ કેશુભા જાડેજા અને મેહુલસિંહ ચંદુભા ઝાલાના કબજાનાં મકાનમાં તથા મકાનની આજુબાજુમાં પડેલાં વાહનોમાંથી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ તથા બિયરના ટીન કુલ 13,661 મળી આવ્યા હતા, જેની કિંમત રૂૂા. 83,78,729 આંકવામાં આવી છે.

Advertisement

આ કાર્યવાહીમાં 37.50 લાખની કિંમતનાં સાત વાહન, ચાર મોબાઈલ ફોન કિં. રૂૂા. 25,500 સહિત કુલ રૂૂા. 1,21,54,229નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દારૂૂનો વેપાર કરતો મુખ્ય આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ જાડેજા, મેહુલસિંહ ઝાલા, કિયા ગાડી નં જીજે-13-સીએ- 4761, બલેનો ગાડી નં. જીજે- 12-એફઈ-3743, અશોક લેલેન્ડ ગાડી નં. જીજે- 39-ટી-6295, મહિન્દ્રા બોલેરો નં. જીજે-07-ટી.યુ.-0133 તથા જીજે-12-બીએક્ષ-8792, મહિન્દ્રા પિકઅપ નં. જીજે- 12-બીડબલ્યુ-7841, એક્સેસ ગાડી નં. જીજે-12-એચડી- 3002ના માલિક / ડ્રાઈવર સહિત કુલ 16 જણની સંડોવણી ખૂલી હતી. રાજ્ય કક્ષાની ટુકડીની ગુણવત્તાસભર કાર્યવાહીને પગલે આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ મથકમાંથી કોની જવાબદારી નક્કી કરી કોની વિકેટ જશે તેની ચર્ચા પોલીસ બેડામાં શરૂૂ થઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement