કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
રાબેતા મુજબ બૂટલેગર પોલીસને હાથ ન લાગ્યા, 7584 બોટલ દારૂ અને 5640 બિયરના ટીન મળી 92 લાખનો મુદ્દામાલ જપ્ત
માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો 40.78 લાખનો દારૂૂ કોડાય પોલીસે ઝડપી લીધા બાદ વધુ એક ખેપ એલસીબીને હાથ લાગી છે.ખાનાયના સાગરિત સાથે મળી પંજાબથી મંગાવેલો 82 લાખનો દારૂૂ અને બીયર મુન્દ્રા-પ્રાગપર ચોકડી પાસે આવેલી રંગલા પંજાબ હોટલના પાર્કિંગમાંથી ઝડપાયો છે જોકે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો નથી.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે રાત્રે એલસીબીની ટીમ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,ત્રગડીના બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખાનાયના જીતુભા મંગલસિંહ સોઢાએ પોતાના મળતિયા માણસો સાથે મળી પંજાબના તેમના સાગરીતો પાસેથી મોટા પ્રમાણમાં દારૂૂનો જથ્થો મંગાવ્યો છે.મુળ રાજસ્થાનના અને હાલ મીઠીરોહરમાં રહેતા આઈદાન ગોવર્ધનસિંહ રાઠોડની ટ્રક નંબર જીજે 12 ઝેડ 3532 વાળીમાં ભરેલો છે.જે હાલ મુન્દ્રા-પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ સંગતપુ પાસે રોડ પર ઉભેલી છે અને આરોપીઓ રાત્રીના સમયે માલ કટિંગ કરવાના છે.બાતમીને આધારે સ્થાનિકે રેઇડ કરતા ટ્રક હાજર મળી આવી હતી.
જે તપાસ કરતા રૂૂપિયા 70,22,400 ની કિંમતની 7584 બોટલ દારૂૂ અને રૂૂપિયા 11,84,400 ની કિંમતના 5640 બીયરના ટીન મળી આવ્યા હતા.એલસીબીએ ટ્રક સહીત 92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાગપર પોલીસ મથકે આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા,જીતુભા મંગલસિંહ સોઢા,દારૂૂ મોકલનાર,ટ્રકના માલિક આઈદાન રાઠોડ અને ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જોકે કોડાય પોલીસની રેઇડ દરમિયાન આરોપી ટ્રક માલિક આઈદાન રાઠોડ ઝડપાઈ ગયો છે.જયારે અન્ય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નથી.
વોટ્સએપથી દારૂના જથ્થાનો વહીવટ થતો હતો
ખાનાયના સાગરિત સાથે મળી યુવરાજસિંહ લાખો રૂૂપિયાનો દારૂૂ મંગાવી રહ્યો છે.જોકે રેઇડ દરમિયાન પોલીસને માત્ર વાહનો અને દારૂૂ જ મળે છે.કોડાય પોલીસે દારૂૂનો જથ્થો પકડ્યો ત્યારે આરોપી ટ્રક માલિક પણ ઝડપાયો હતો.જેની પૂછપરછમાં બુટલેગર યુવરાજે વોટ્સએપ કોલ કરી દારૂૂનો જથ્થો કેવી રીતે ક્યાં લઇ જાવો તે સહિતની વાતચીત કરી હતી.જોકે પોલીસ આ બુટલેગર સુધી પહોચી શકી નથી.
4 મહિનામાં 6 ખેપ અને 5.19 કરોડનો દારૂ જપ્ત
છેલ્લા ચાર મહિનામાં ત્રગડીના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહની દારૂૂની 6 ખેપ પોલીસે પકડી છે જેમાં 5.19 કરોડનો દારૂૂ કબ્જે કરાયો છે.24 મેના એસએમસીએ ત્રગડીમાંથી 83.78 લાખનો, 9 જુલાઈના કઈઇએ તલવાણામાંથી 1.54 કરોડનો,5 ઓગષ્ટના ફરી એલસીબીએ ત્રગડીમાંથી 41.45 લાખનો જે બાદ બનાસ કાંઠા એલસીબીએ 6 સપ્ટેમ્બરના 1.17 કરોડનો અને 10 સપ્ટેમ્બરના કોડાય પોલીસે 40.78 લાખનો દારૂૂ પકડાયા બાદ એલસીબીને વધુ 82 લાખનો જથ્થો હાથ લાગ્યો છે.