‘પુષ્પા સ્ટાઇલ’થી મોરબી લઇ જવાતો 78.25 લાખનો દારૂ ઝડપાયો
દારૂની 12 હજાર બોટલ સહિત રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત: ઝડપાયેલા રાજસ્થાનીની પૂછપરછમાં પંજાબના શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હોવાની કબુલાત
કચ્છમાં દારૂૂ ઘૂસાડવા બુટલેગરો જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. અગાઉ ટ્રેઇલર નીચે તથા ટેન્કર અને કેબિન વચ્ચે તથા સિમેન્ટ મિક્સરમાં સંતાડીને લવાયેલો દારૂૂ પોલીસે ઝડપી પાડયો હતો. દરમ્યાન સામખિયાળીથી મોરબી જતા માર્ગ ઉપર ટેન્કરમાં પુષ્પા સ્ટાઇલથી છુપાવીને મોરબી લઇ જવાતો રૂૂા. 78,25,200નો અંગ્રેજી દારૂૂ પોલીસે ઝડપી પાડયો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની એક ટીમ ગત મોડીરાત્રે સામખિયાળી બાજુ પેટ્રોલિંગમાં હતી.
દરમ્યાન એક ટેન્કર દારૂૂ ભરીને મોરબી બાજુ જઇ રહ્યું હોવાની પૂર્વ બાતમીના આધારે આ ટીમ સામખિયાળીથી મોરબી જતા માર્ગ ઉપર દોડી ગઇ હતી અને આ ટેન્કરની વોચમાં ગોઠવાઇ ગઇ હતી, તેવામાં જી.ઓ.બી.પી. લખેલું ટેન્કર નંબર જી.જે. -06-એ.ઝેડ. -9223વાળું આવતાં પોલીસે તેને અટકાવ્યું હતું. વાહનના ચાલક રાજસ્થાનના જગદીશ દેવારામ ડારા (બિશ્નોઇ)ની પૂછપરછ કરાતાં તેણે ટેન્કરમાં દારૂૂ હોવાની કેફિયત આપી દીધી હતી. તેવામાં ટેન્કરની પાછળ આવેલા વાલ્વ બોક્સના નટબોલ્ટ ખોલતાં આખેઆખું બોક્સ બહાર આવી ગયું હતું અને બોક્સ જેટલી જગ્યા કટિંગ કરી બાદમાં ટેન્કરમાં દારૂૂની ગોઠવણી કરી વાલ્વ બોક્સમાં નટબોલ્ટ ફિટ કરાયા હોવાનું બહાર આવ્યું હતું.
આટલા ખાંચામાંથી આખેઆખું ટેન્કર દારૂૂથી ભરી દેવામાં આવ્યું હતું. આ ટેન્કર સામખિયાળી પોલીસ મથકે લઇ જઇ તેમાંથી ઓલ સિઝન્સ 750. મિ.લી.ની 79 પેટી એટલે 948 બોટલ, રોયલ ચેલેન્જની 750 મિ.લી.ની 120 પેટી એટલે 1440 બોટલ, રોયલ સ્ટેગની 95 પેટી એટલે 1140 બોટલ, રોયલ ચેલેન્જની 180 એમ.એલ.ની 135 પેટી એટલે 6480 કવાર્ટરિયા, મેક ડોવેલ્સ નંબર-1ની 17 પેટી- 816 કવાર્ટરિયા, મેક ડોવેલ્સ નંબર-1 ડિલક્સની 83 પેટી એમ 3984 પેટી એમ કુલ રૂૂા. 78,25,200નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલી આ બોટલો પૈકી અમુક બોટલો પરથી બેચ નંબર છેકી નખાયા હતા.
પકડાયેલા જગદીશ ડારાની વધુ પૂછપરછ કરાતાં તેણે જાલંધર પંજાબ શહેર બહલ સાંચોરનો કાળુ બિશ્નોઇ આ દારૂૂ ભરેલું ટેન્કર આપી ગયો હતો તેમજ સિકરના સંજયસિંહ વીજેન્દ્ર સિંહ અને ઝુંઝનુના ધીરસિંહ સુભાષે આ દારૂૂ ભરીને મોકલાવ્યો હતો તેમજ મોરબી પહોંચી કાળુને જાણ કરવાની હતી પરંતુ તે પહેલાં પોલીસે દારૂૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. કાર્યવાહી દરમ્યાન પોલીસે દારૂૂ, ટેન્કર, મોબાઇલ, ટેન્કર માલિક રાજુલાના ગોપારામ છાંગારામ નામની આર.સી. બુક, ફાઇલ, અન્ય કાગળો મળીને કુલ 1,08,50,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં એલસી બીના પી.આઇ. એન. એન. ચૂડાસમા, પી.એસ.આઇ. ડી. જી. પટેલ તથા સ્ટાફના ગલાલભાઇ પારગી, ચેતનભાઇ પરમાર, હરપાલસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા. -