થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયો
ચોટીલા પાસે પંજાબથી કોટન વેસ્ટની આડમાં છૂપાવીને લવાતો 28404 બોટલ દારૂ કબજે, મુંદ્રામાં ગોડાઉનમાંથી રૂા.17 કરોડનો દારૂ ઝડપાયો
31 ડીસેમ્બર પૂર્વે ગુજરાતમાં દારૂૂના ધંધાર્થીઓ સક્રિય થતા પોલીસ પણ આવા બુટલેગરો ઉપર વોચ રાખી રહી છે. કચ્છ માંથી બે દિવસ પૂર્વે મુદ્રા માંથી રૂૂ.1.72 કરોડાનો વિદેશી દારૂૂનો જંગી જથ્થો ઝડપાયા બાદ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી પોણા બે કરોડનો 28804 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી લઇ રૂૂ.2.13 કરોડનો મુદ્દમાલ કબજે કરી 7 શખ્સોની ધરપકડ કરી દારૂૂ મંગાવનાર અને સપ્લાયર સહીત પાંચના નામ ખોલી તમામ સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડવાળા દર્શન હોટલ પાસેના ખુલ્લા ખેતરમાં દરોડો પાડી આરજે 19 જીજે 3838 નંબરના ટ્રકમાં કોટન વેસ્ટની આડમાં છુપાવેલ રૂૂ.1.77 કરોડનો કુલ 28,404 બોટલ વિદેશી દારૂૂ જપ્ત કર્યો હતો, દારૂૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો સહીત રૂૂ.2.13 કરોડનો મુદ્દમાલ જપ્ત કરાયા હતા. આ દારૂૂ પંજાબ અને ચંડીગઢની વિવિધ ડિસ્ટિલરીઓમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં બ્રુઅરીઝ પ્રા. લિ. (બટાલા, પંજાબ), યુનાઇટેડ સ્પિરિટ્સ લિ. (ચંડીગઢ), ઓમ સન્સ માર્કેટિંગ પ્રા. લિ. (ભટિંડા, પંજાબ), એડી બ્રોસ્વન (બટાલા, પંજાબ) અને પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (મોહાલી, પંજાબ) નો સમાવેશ થાય છે.
આ દરોડામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભાણેજડા ગામના સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુકેશ વાલસિંગ માવી, બડીયા મંગુસિંહ દેવકા, પાટલીયા બેસી મસાણીયા, કુવરસિંહ થાનસિંહ મિનાવા, રાકેશ વર્સીંગ મસાણીયા, નાગરસિંહ કાલુસિંહ દેવકા અને કાલુ ભારૂૂ ભાઈ મસાણીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા આ કેસમાં નાની મોલડીના બુટલેગર સંજયભાઈ અનકભાઈ ખાચર મુખ્ય રીસીવર તરીકે વોન્ટેડ છે. આ ઉપરાંત, આરજે 19 જીજે 3838 નંબરના વાહનનો ડ્રાઇવર, માલિક, ક્લીનર અને દારૂૂ મોકલનાર પણ વોન્ટેડ આરોપીઓની યાદીમાં છે. આ દરોડો પ્રતિબંધ અધિનિયમની કલમ 65(અ)(ઊ), 81, 83, 98(2), 116(ઇ) હેઠળ જખઈના ઙજઈં વી.એન. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, 31 ડીસેમ્બર પૂવે પ્યાસીઓ માટે દારૂૂ સપ્લાયરો દ્વારા મોટા પ્રમાણમાં અન્ય રાજ્યો માંથી દારૂૂનો જંગી જથ્થો ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે. બે દિવસ પૂર્વે મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી રૂૂ. 1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂૂ. 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા હતા.