For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયો

12:05 PM May 20, 2025 IST | Bhumika
અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18 08 લાખનો દારૂ પકડાયો

પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાજસ્થાનથી આઈસર ટ્રકમાં રબ્બર પાઉડરની બોરીની આડમાં આવેલો અંગ્રેજી પ્રકારનો દારૂૂ અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં રૂૂા. 18.08 લાખના શરાબ સાથે બે આરોપીની ધરપકડ થઈ હતી. પૂર્વ કચ્છના જુદા-જુદા વિસ્તારમાં અંગેજી દારૂૂની બદીએ માથું ઊંચક્યું હોવાની ફરિયાદો વચ્ચે એલ.સી.બી. પોલીસે ગુણવત્તાસભર દારૂૂનો દરોડો પાડયો હતો.

Advertisement

આરોપી કાના વેલા બઢિયાએ વિદેશી દારૂૂનો જથ્થો મગાવ્યો છે. આ જથ્થાનું વરસામેડી ગામના તળાવ પાસે દશનામ ગોસ્વામી સમાજ કૈલાસધામ સામે આથમણી બાજુ પડતર જમીનમાં કટિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળે છાનબીન દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 180 એમ.એલ.ની બોટલ નંગ 4656 કિં. રૂૂા. 13,96,800, કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ટીન નં. 1872 કિં. રૂૂા. 4,11,840 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પકડાયેલા દારૂૂના જથ્થાની કિંમત કુલ રૂૂા. 18,08,640 આંકવામાં આવી હતી. આ પ્રકરણમાં દારૂૂનો જથ્થો ઉતારવા આવેલ આરોપી નિલોકચંદ પ્રેમારામ ભાંબુ (જાટ) અને ઉત્કર્ષ દીપકભાઈ પાંડેની ધરપકડ કરી આઈસર ટ્રક નં. આરજે-19-જીજે-2404 કિં. રૂૂા. 10 લાખ, મોટરસાઈકલ નં. જીજે-12-ઈએચ-7044 કિં. રૂૂા. 40 હજાર, રબ્બર પાઉડરની બોરી કિં. રૂૂા. 43,01,100, બે મોબાઈલ ફોન કિં. રૂૂા. 35 હજાર સહિત કુલ રૂૂા. 71,84,740નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. દરોડા દરમ્યાન આરોપી કાના વેલા બઢિયા, મુકેશ બાકુરામ બિશ્નોઈ, મુતુ નાસી છૂટયા હતા.

Advertisement

ભારતીય બનાવટના વિદેશી દારૂૂ તથા બિયરનો જથ્થો આરોપી સુનીલ બિશ્નોઈ (રહે. પાવડા વિસ્તાર, જોધપુર, રાજસ્થાન)એ મોકલ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. પોલીસે આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા સાથે આ પ્રકરણમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ સહિતની દિશામાં તપાસ આરંભી છે. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ એન.એન. ચુડાસમા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement