ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયો
ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા
કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ભચાઉ નજીક આવેલી બજરંગ હોટલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.1.85 કરોડનો વિદેશી દારૂૂ ભરેલ ક્ધટેનર સાથે બે શખ્સોની ધરપકડ કરી સપ્લાયર સહીત 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડામાં રૂૂ. 1.85 કરોડના દારૂૂ સાથે 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ટેન્કરમાંથી કુલ 17,554 વિદેશી દારૂૂની બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત 1,85,94,803 રુપિયા છે. આ ઉપરાંત 25,00,000 રુપિયાની કિંમતનું એક ટેન્કર,5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને 3,630 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂૂ. 2,11,03,433 રુપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.દરોડામાં પુખરાજ ડુંગરારામ ભાટી (ડ્રાઈવર) અને અશોક પ્રગારામ મેઘવાલ (ક્લીનર)ની ધરપકડ કરી પુછપરછ કરતા બંને રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં આ ઉપરાંત, અનિલ જગડીયાપ્રસાદ પંડ્યા (મુખ્ય સપ્લાયર), પટિયાલા, પંજાબનો એક અજાણ્યો વ્યક્તિ (અનિલ પંડ્યાનો નોકર), ટેન્કર નંબર (આરજે-09-જીએ-9037)નો માલિક અને મુંદ્રા-કચ્છ ખાતેનો દારૂૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સહિત ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.
પશ્ચિમ કચ્છ એલસીબીએ લિસ્ટેડ બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરીને 16 સેપ્ટેમ્બરે રૂૂ.1.29 કરોડનો વિદેશી દારૂૂ ઝડપી પાડ્યો હતો. આ દરોડા બાદ અઠવાડિયા દરમ્યાન ત્રીજી સૌથી મોટી કાર્યવાહી હતી. એલસીબીએ લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા, જીતુભા સોઢા સહિત અન્ય સામે કાર્યવાહી કરીને મુન્દ્રાના ધ્રબ ગામે યાર્ડમાં દરોડો પાડી 1 કરોડ 29 લાખનું દારૂૂ ઝડપ્યો હતો.તે સમયે વિદેશી દારૂૂની 3504 બોટલ અને બિયરના ટીન નંગ 43,200 ભરેલ ક્ધટેનર મળી કુલ 1 કરોડ 31 લાખ મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ ગુનાના એક સપ્તાહ પહેલા માંડવી નજીકથી પણ એક કરોડની કિંમતનો દારૂૂ એસએમસીએ પકડી પાડ્યો હતો.