કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો
નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ
દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા
માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ અંગે પડાયેલા દરોડામાં કોડાય પોલીસે ગેરકાયદે મગાવેલો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો કિં. રૂૂા. 40,78,167 સહિત કુલ રૂૂા. 50,88,167નો મુદ્દામાલ કબજે કરવા સાથે બે આરોપીની અટક કરી હતી, જ્યારે દારૂૂની ખેપ મગાવનારા આરોપીઓ હાથમાં આવ્યા નહોતા. દારૂૂનો આ જથ્થો લઈ આવનારા નવુભા ખેતુભા જાડેજા અને આઈદાનસિંહ ગોવરધનસિંહ રાઠોડ મારફતે રાજ્ય બહારથી દારૂૂનો જથ્થો મગાવનારા ખાનાયના બુટલેગર જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢાએ નવુભાને ફોન કરીને આ જથ્થો પ્રાગપર અને કપાયા વચ્ચેની કેનાલ પાસે લાવવા કહ્યું હતું, તો આઈદાનસિંહે ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજાએ ફોન કરીને નવુભાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તે વચ્ચે શરાબનો આ જથ્થો કોડાય પોલીસે ઝડપી પાડયો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, હેડ કોન્સ. કિશોરસિંહ ખેંગારજી જાડેજા, વિપુલભાઈ અરજણભાઈ પરમાર, વિપુલભાઈ દલજીભાઈ ચૌધરી અને મોહનભાઈ બાલાભાઈને મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોડાયપુલ ચર રસ્તા પાસે આવી રહેલી ટ્રક નં. જીજે 12 એયુ 9725વાળીને રોકાવતાં વાહન ઊભું રખાયું નહોતું. કોડાય ગામ તરફ હંકારી જવાયેલી ટ્રકનો ફિલ્મી ઢબે એકાદ કિ.મી. સુધી પીછો કરી સ્વામિનારાયણ મંદિર સામે વાહનને રોકાવ્યું હતું અને ટ્રકચાલક નાની ખોંભડીના નવુભા ખેતુભાઈ જાડેજા અને રાજસ્થાનના આઈદાનસિંહ ગોવરધનસિંહ રાઠોડની અટક કરી હતી, તેમજ ટ્રકમાં શું ભરેલું છે તેમ પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
બાદમાં પોલીસે તાલપત્રી બાંધેલી ટ્રકની તલાશી લેતાં તેમાંથી જુદા-જુદા બોક્સમાં ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં દારૂૂની નાની-મોટી કુલ 7668 બોટલો તથા બિયરના કુલ 5712 ટીન મળી કુલ રૂૂા. 40,78,167નો મુદ્દામાલ પ્રાપ્ત થયો હતો. આમ, પોલીસે દારૂૂ તથા વાહન કિ. રૂૂા. 10,00,000 તેમજ આરોપી પાસે રહેલો એક મોબાઈલ ફોન કિ. રૂૂા. 10,000 મળી કુલ રૂૂા. 50,88,167નો મુદ્દામાલ કબજે કર્યો હતો.