કચ્છમાં હવે ટ્રેન મારફતે દારુની ખેપ! SMCએ 1.54 કરોડનો દારૂ પકડયો
ભુજમાં વિવિધ વિકાસકામોના ખાતમુર્હત માટે આવેલા મુખ્યમંત્રીની હાજરી ટાણે જ મુન્દ્રામાં એસએમસીએ કાર્યવાહી કરી દારૂૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.કેરાના કુખ્યાત બુટલેગરે પંજાબથી ટ્રેન મારફતે મંગાવેલો રૂૂપિયા 1.54 કરોડની કિંમતનો દારૂૂ મુન્દ્રા પોર્ટ પર ઠાલવાયો હતો જે કટિંગ થાય તે પહેલા જ રાજસ્થાનના બે આરોપી સહીત મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.
મુન્દ્રા વિસ્તારમાં એસએમસીએ દરોડો પાડ્યો હતો.જેમાં રાજસ્થાનના આરોપી જોગારામ સરુપારામ જાટ અને ભજનારામ સદારામ બિશ્નોઈને ઝડપી લીધા છે.કેરા ગામના કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ અને કાળુ નામનો શખ્સે દારૂૂનો જથ્થો મંગાવ્યો હતો.જેમાં આરોપી સુખદેવસિંહ અને જયગુરુદેવસિંહે ટ્રેન મારફતે મુન્દ્રા પોર્ટ પર દારૂૂનો જથ્થો પહોચાડ્યો હતો.શનિવારે સાંજે રેઇડ કરાઈ હતી.જે કાર્યવાહી રવિવારે બપોરે દોઢ વાગ્યા સુધી ચાલી હતી. આ બાબતે એસએમસીના પોલીસ અધિકારી વી. એન. જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, સ્થળ પરથી રૂૂપિયા 1,54,87,900 ની કિંમતનો 11,731 બોટલ દારૂૂ કબ્જે કર્યો હતો.આ ઉપરાંત ટ્રેઇલર અને 2 ક્ધટેનર સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
મુન્દ્રા પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. ભુજ તાલુકાના કેરા ગામના કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ સામે 29 જેટલા ગુના નોધાયેલા હતા.જેથી પશ્ચિમ કચ્છ એલસીબીએ પાસા તળે કાર્યવાહી કરી હતી અને 27 ઓક્ટોબરના વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.અગાઉ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે એસએમસીએ દરોડો પાડી આ બુટલેગરનો 1.28 કરોડનો દારૂૂ પકડ્યો હતો.