રાપરના ગેડી ગામે વાડીના ભૂગર્ભ ટાંકામાં સંતાડેલો 6.ર8 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
રાપર તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં ગેડી ગામની સીમમાં આવેલી વાડીમાં ભૂર્ગભ ટાંકામાં સંતાડેલો રૂૂ.6.28 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો પણ એલસીબીના દરોડા સમયે ગેડીમાં જ રહેતા બે બુટલેગરો હાજર મળ્યા ન હતા.
એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પૂરવ કચ્છ એલસીબીની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રવિવારે વહેલી સવારે ગેડી થી દેશલપર તરફ જતા રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ પાસે પહોંચતા તેમને તથા હેડકોન્સ્ટેબલ રાજેશ પરમારને સંયુક્ત બાતમી મળી હતી કે, ગેડીમાં જ રહેતા અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા અને અર્જુનસિંહ હેતુભા વાઘેલા સાથે મળી અશોકસિંહના કબજાની ગેડીના પાણીના ટાંકા પાછળ આવેલી વાડીમાં બનાવાયેલી ભૂર્ગભ ટાંકીમાં વિદેશી દારૂૂનો જથ્થો છૂપાવે છે. આ બાતમીના આધારે અશોકસિંહની વાડીમાં દરોડો પાડી તલાશી લેતાં જુવારના પુડા નીચે બનેલો અંડરગ્રાઉન્ડ ટાંકો ખોલતાં તેમાં સંતાડેલો વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
એલસીબીએ રૂૂ.1,41,288 ની કિંમતની વિદેશી શરાબની અલગ બ્રાન્ડની 216 મોટી બોટલો, રૂૂ.4,74,000 ની કિંમતના વિદેશી દારૂૂના 3,792 ક્વાર્ટરિયા અને રૂૂ.12,000 ની કિંમતના બિયરના 120 ટીન મળી કુલ રૂૂ.6,27,888 નો દારૂૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે , એલસીબીના દરોડા દરમિયાન અશોકસિંહ અને અર્જુનસિંહ હાજર મળ્યા ન હતા. બન્ને સામે રાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. આ બનાવમાં તપાસ પીઆઇ જે.એમ.જાડેજાને સોંપાઇ છે.