For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છ યુનિવર્સિટીમાં એમ.એ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળો

11:52 AM Nov 29, 2025 IST | Bhumika
કચ્છ યુનિવર્સિટીમાં એમ એ  સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પુછાતા હોબાળો

કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. પરીક્ષાનોછબર઼ડો સામે આવ્યો છે. કચ્છ યુનિવર્સિટીમાં હાલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની પરીક્ષાઓ ચાલી રહી છે. આ પરીક્ષામાં એમએ સેમેસ્ટર 1માં 2022નું બેઠું પેપર જ પૂછાતાયુનિર્સિટીમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. આ સમગ્ર છબરડાને લઇને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

ઉલ્લેખનિય છે કે, 25 નવેમ્બરથી કચ્છ યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા થી શરૂૂ થઈ છે, જેમાં તારીખ 25ના એમએ અર્થશાસ્ત્ર સેમેસ્ટર-1નું પેપર CCEC 101 એકમલક્ષી-1 અર્થશાસ્ત્રનું પેપર અને તા.26ના અર્થશાસ્ત્ર એમ.એસેમેસ્ટર - 1નું પેપર CCEC 102 સમગ્રલક્ષી-2 નું પેપર વર્ષ 2022નું મૂકી દેતા કચ્છ યુનિવર્સિટીનીકામગારી કેવી છે, તેનો જીવતો જાગતો પુરાવો મળ્યો છે.

આ છબરડો પ્રકાશમાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ છબરડા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પેપર સેટ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જ્યારે આ મામલે રજૂઆત કરવા વિદ્યાર્થી પરિષદના લોકો પહોંચ્યા તો ત્યાં કોઇ હાજર ન હોવાથી રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Advertisement

ઉલ્લેખનિય છે કે, દિવાળી પૂર્વે લેવાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષામાં બીબીએ અને એમબીએ ઇન્ટીગ્રેટેડ સેમેસ્ટરમાં પણ પેપરમાં છબરડા જોવા મળ્યા હતા. આ છબરડાની તપાસ કરવા માટે પણ કમિટીની રચના કરવામાં આવી હતી અને નકકર કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. ઉપરાંત દિવાળી પૂર્વે લેવાયેલી પરીક્ષાના 45 દિવસથી વધુ દિવસ વીતી ગયા છતાં પરિણામો આપવામાં આવ્યા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement