For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોત

02:47 PM Oct 04, 2025 IST | Bhumika
કચ્છ  ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ  2 શ્રમિકના મોત

Advertisement

કચ્છ આજે મોટી દુર્ઘટના બની છે. કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ નામની કંપનીમાં આજે બોઇલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. અ ઘટનામાં 2 બે શ્રમિકનાં મોત થયાં છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન અચાનક બોઇલર ફાટી જતા આ દુર્ઘટના બની હતી.

પડાણામાં આવેલી રુદ્રાક્ષ કંપનીમાં આજે બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં પ્રણવ અને ચંદન નામના બે કામદારોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. પોલીસે હાલ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનો અને સહકર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો છે.

Advertisement

આ દુર્ઘટના પાછળ કંપનીમાં સુરક્ષાના નિયમોનું પૂરતું પાલન ન થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ હવે આ દુર્ઘટનાને લઈતપાસ શરૂ કરવામાં આવી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement