નવા વર્ષના પ્રારંભે જ કચ્છની ધરા ધ્રુજી, 3.2નો આંચકો
ભચાઉથી 23 કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું
નવા વર્ષનાં પ્રથમ જ દિને ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી ડરાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ જે ભૂકંપની તીવ્રતા હતી તે 3.2 સ્કેલ પર માપવામાં આવી હતી. કચ્છમાં ધ્રૂજલ ધરતી વિષયક માહિતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઇએસઆર) એ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભૂકંપનાં આંચકા સવારે 10.24 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ભચાઉથી 23 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. જિલ્લા પ્રશાસને કહ્યું કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થવાના સમાચાર નથી. ગુજરાત ભૂકંપના સંદર્ભમાં ઉચ્ચ જોખમ ધરાવતા સિસ્મિક ઝોનમાં આવે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર ગુજરાતમાં છેલ્લા 200 વર્ષમાં નવ વાર મોટા પાયે ધરતી ધ્રુજી છે.