કચ્છ બન્યું ડ્રગ્સનો દરિયો!!!! ગાંધીધામમાંથી ઝડપાયું 120 કરોડનું કોકેઈન
રાજ્યમાંથી ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે સરકાર અવાર-નવાર ડ્રાઈવનું આયોજન પણ કરે છે. આમ છતાં ડ્રગ્સ મળવાની ઘટનાઓમાં સતત વધારો થિયા રહ્યો છે. ત્યારે આ આજે ફરી એકવખત કચ્છમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામમાંથી 120 કરોડનો 11 કિલો કોકેઈનનો જથ્થો મળી આવ્યો છે.
પૂર્વ કચ્છમાંથી પોલીસે કરોડોનું ડ્રગ્સ ઝડપયું છે. પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના ખારીરોહરમાંથી 11 કિલો કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે 120 કરોડ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ જપ્ત કર્યા પછી હવે કચ્છ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
એક દિવસ પહેલાં જ ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે ભોપાલમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડીને ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી.