ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કચ્છ-ગાંધીધામ એસીબીના પીઆઇને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સારવારમાં દમ તોડયો

12:13 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement

પોલીસ બેડામાં શોક, ગોર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

Advertisement

ગાંધીધામ એન્ટી કરપ્શન બ્યૂરોમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતાં તરણભાઈ હરિભાઈ પટેલનું બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થતાં કચ્છના પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. ટી.એચ. પટેલ કચ્છમાં છેલ્લાં સાતેક વર્ષથી ફરજ બજાવતા હતા. આ પહેલા તેઓ ભુજ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન તેમજ મુંદરા સહિતના પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

તાજેતરમાં જ તેઓને ગાંધીધામ એન્ટી કરપ્શન બ્યુરોમાં પીઆઈ તરીકેની બઢતી મળ્યા બાદ હાલ એસીબીમાં ફરજ બજાવતા હતા.એકાદ માસ પૂર્વે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેની સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ વિભાગ દ્વારા બપોરે ગાર્ડ ઑફ ઑનર સાથે તેમને અંતિમ વિદાય અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Tags :
gujaratgujarat newsKutch-Gandhidham ACB PIKutch-Gandhidham ACB PI death
Advertisement
Next Article
Advertisement