કચ્છ: નખત્રાણા બાદ માંડવીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ વિસર્જન વખતે પથ્થરમારો
10:55 AM Sep 12, 2024 IST | Bhumika
Advertisement
સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં કચ્છમાં બીજીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પર પથ્થરમારો કર્યા હોવાની વિગતો સામે આવી છે.
ભુજથી ગણપતિ વિસર્જન કરવા ભક્તો આવ્યા હતા. ત્યારે માંડવી પોર્ટ નજીક અસામાજિક તત્વોએ ગણેશ ભક્તો પર પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાને લઈ માંડવી પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી.
Advertisement
આ ઘટના પહેલા નખત્રાણામાં ગણપતિ પંડાલમાં તોડફોડ કરવામાં આવી હતી. અહીં પંડાલમાં તોડફોડ કરનારા 7 લોકોની સામે ગુનો નોંધાયો છે. તો બીજી તરફ માંડવી પોર્ટ નજીક પથ્થરમારાની ઘટના સામે આવી છે.
Advertisement