કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડા
05:07 PM Dec 02, 2025 IST | Bhumika
Advertisement
ગુજરાતમાં કેટલીક જગ્યાએ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આવક વેરા વિભાગના દરોડા પડ્યા છે. ભુજમાં રામી ધ શ્રી નિવાસ પેલેસમાં પણ તપાસ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગના દરોડાથી હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત અને મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં આવક વેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છમાં રામી ગ્રુપ હોટેલ્સ પર દરોડા પડ્યા છે. ભુજમાં રામી ધ શ્રી નિવાસ પેલેસમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. દેશમાં 10 શહેરોમાં 38 સ્થળો પર આવક વેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં રામી ગ્રુપ 52 હોટેલ ચલાવે છે.
Advertisement
Advertisement