વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇ
કચ્છના માધાપરમાં ચોંકાવનારી ઘટના, ઢોંગી તાંત્રિકની ધરપકડ
કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલાં કરતો શખ્સ ઝડપાયો. તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે બોલાવીને અર્ઘબેભાન કરીને છેડતીનો કર્યો પ્રયાસ. યુવતીએ પોલીસ જાણ કરતાં હવસખોર વિશાલ મારાજને ઝડપી પાડ્યો.
માધાપરના જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ મારાજ નામના વ્યક્તિ પાસે મહિલા પોતાના ઘરના સભ્યો બીમાર રહેતા હોવાથી તે નડતર દૂર કરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન વિધિ ના નામે આરોપીએ મહિલા સાથે છેડતી કરી હતી. આરોપી વિશાલ મારાજ મહિલાના મોઢા પર સ્પ્રે લગાવી તેને બેભાન અવસ્થામાં કરીને તેના કપડા ઉતારીને છેડતીનો પ્રયાસ કર્યો હતો.
જે દરમિયાન મહિલા ભાનમાં આવી જતા તેનો પ્રતિકાર કરીને આ મામલે તેને માધાપર પોલીસ સ્ટેશનમાં વિશાલ મારાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરી છે. હાલ પોલીસે તાંત્રિક વિધિ ના નામે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ લોકો અંધશ્રદ્ધામાં ન આવે અને અન્ય કોઈ વ્યક્તિ પણ વિશાલ મહારાજનો ભોગ બન્યું હોય તો પોતાની પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ક્રાઈમ પેટ્રોલ જોઈને તાંત્રિક વિધિ કરતો હતો અને વિધિના બહાને મહિલાને બેભાન કરીને તેમની સાથે છેડતી કરતો હતો. આરોપીએ અન્ય કોઈ મહિલા સાથે પણ તાંત્રિક વિધિના નામે છેડતી કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસે હાલ તપાસ કરી છે.