For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીતા ચૌધરી નિર્દોષ હતા તો ભાગ્યા કેમ? બૂટલેગર સાથે ફરજ બજાવતા હતા?: હાઇકોર્ટ

12:17 PM Jul 24, 2024 IST | Bhumika
નીતા ચૌધરી નિર્દોષ હતા તો ભાગ્યા કેમ  બૂટલેગર સાથે ફરજ બજાવતા હતા   હાઇકોર્ટ
Advertisement

કચ્છની ચર્ચાસ્પદ લેડી કોન્સ્ટેબલ વિરુદ્ધ પુરાવા સાથે સોગંદનામું રજૂ કરવા આદેશ

કચ્છનાં ભચાઉ નજીક થોડા દિવસ પહેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી દારૂૂ સાથે એક કારમાં પકડાયા હતા. પોલીસને જોઈ બુટલેગરે જવાનો પણ કાર ચઢાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ કેસમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી ફરજ મોકૂફ કરવામાં આવી હતી. જામીન મળ્યા બાદથી ફરાર નીતા ચૌધરીને પોલીસે લીંબડી પાસેથી ઝડપી પાડી હતી. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન નીતા ચૌધરીનાં વકીલે દલીલ કરી હતી કે, નીતા ચૌધરી નિર્દોષ છે. તે માત્ર કો-પેસેન્જર હતી.

Advertisement

નીતા ચૌધરીનાં વકીલની દલીલો સાંભળીને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ખૂબ ગંભીર આક્ષેપ છે. ખાલી કો-પેસેન્જરનો સવાલ નથી. કોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, નીતા ચૌધરી નિર્દોષ હતાં તો ભાગ્યા કેમ ? નીતા ચૌધરી CIDક્રાઇમમાં ફરજ બજાવતા હતા. તો શું તેઓ બુટલેગર સાથે ફરજ નીભાવી રહ્યા હતા ? કોર્ટે પૂછ્યું કે, શું તમે બુટલેગરને સેફ પેસેજ આપી રહ્યા છો ?

નીતા ચૌધરીના વકીલે દલીલ કરી કે, નીતા ચોધરીને અધિકારીઓ દ્વારા કેટલાક કામ આપ્યા હતા અને તે કામ માટે જ બુટલેગરનાં સંપર્કમાં હતી. વકીલની વાત સાંભળી કોર્ટે કહ્યું કે, શું આ વાત રેકોર્ડ પર છે ? કે તમે કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે પોલીસકર્મી છો અને તમારા પર ગંભીર આક્ષેપ છે. શું તમારી ફરજ નહોતી કે તમે ગાડી ચઢાવનારને રોકો ? હાઈકોર્ટે કહ્યું કે, તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ 22 ગુનાઓ દાખલ થયા છે. કોઈ સામાન્ય માણસ હોય તો ખ્યાલનાં આવે કે ક્રિમિનલ છે. પરંતુ, તમે તો CIDમાં હતા, તમારા જિલ્લાનાં આરોપીઓ વિશે તેમને ખ્યાલ ન હોય ? શું તમારા અધિકારીને જાણ હતી કે તમે આમ કરી રહ્યા છો ? સરકારી વકીલે નીતા ચૌધરીની અપીલનો વિરોધ કરતા કહ્યું હતું કે, 187 થી વધુ ફોન કોલ્સ સહિતની બાબતો મળી આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સસ્પેન્ડેડ નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પૂરાવા અને સત્યતા મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 26 જુલાઈના રોજ હાથ ધરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement