ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરી
વિદેશથી યુરિયા પ્રોડકટ મશીનો મંગાવી આપવાનું કહી રૂપિયા લઇ મશીનો ન મંગાવી આપ્યા
ગાંધીધામ: ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના શખ્સે કુલ 2.93 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. વેપારીને પોતાના પ્લાન્ટ માટે ડી.ઈ.એફ મશીન (યુરિયા પ્રોડક્ટ મશીન)ની જરૂૂર પડતા તેણે હૈદરાબાદમાં રહેતા પોતાના પરિજનને વિદેશથી મશીન મંગાવી આપવાનું કહી તેમના પાસે 23 મશીન પેટે કુલ 7.50 કરોડ રૂૂપિયા મેળવી લીધા હતા. જે બાદ મશીન ક્યાયથી મળતા નથી તેવુ કહી વેપારીને 4.57 કરોડ રૂૂપિયા પરત આપી દીધા હતા અને બાકીના રૂૂપિયાના 8 મશીન મંગાવી દઈશ તેવું કહી વેપારીને વિશ્વાસમાં લઇ મશીન ન મંગાવી દઈ તેમના સાથે છેતરપિંડી આંચરી હતી.
આ બાબતે ગાંધીધામના સેક્ટર-4 મા રહેતા પ્રણવભાઈ નરસિંગભાઈ અગ્રવાલે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીના કોટુંબિક બનેવીએ વર્ષ-2015માં હૈદરાબાદના બંજારા હિલ્સમાં રહેતા તેના કાકાના દિકરા આરોપી રામરતન અગ્રવાલ સાથે પરિચય કરાવ્યો હતો. આ રામરતન ઈમ્પોર્ટન્ટ અને એક્સપોર્ટનું કામ કરે છે.
જેથી ફરિયાદીએ વર્ષ 2024માં હૈદરાબાદની એક હોટલમાં રામરતનને મળ્યો હતો. ત્યારે ફરિયાદીએ ગાંધીધામના પડાણા ખાતે આવેલી પોતાની યુરિયા પ્રોડક્શન પ્લાન્ટ માટે આરોપીને વિદેશથી 23 ડી.ઈ.એફ મશીન (યુરિયા પ્રોડક્ટ મશીન) મંગાવી આપવાની વાત કરી હતી. જેમાં આરોપીએ હું મશીન મંગાવી દઈશ તેવું કહેતા ફરિયાદીએ આરોપીની ગ્લોબલ ઈમ્પોર્ટન્ટ એન્ડ એક્સપોર્ટ નામની કંપનીના બેંક ખાતામાં 11-01-2024 થી 12-02-2024 દરમિયાન કુલ 7.50 કરોડ રૂૂપિયા જમા કરાવ્યા હતા. જે બાદ આરોપીએ થોડા દિવસ પછી મશીન મળે એમ નથી એવુ કહી 18-3-2024 થી 19-5-2024 દરમિયાન ફરિયાદીને કુલ રૂૂ. 4,56,95,860 પરત આપી લીધા હતા. જ્યારે બાકીના રૂૂપિયામાં ઇજીપ્તથી 8 મશીન મંગાવી આપીશ તેવું કહી વિશ્વાસમાં લીધો હતો. પરંતુ આરોપી રામરતનને ફરિયાદીને મશીન લઇ આપ્યા ન હતા તેમજ તેના બાકી નીકળતા કુલ રૂૂ. 2,93,04,140 પરત ન આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ફરિયાદીએ આરોપી સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.