કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત
પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે એવી શંકાએ દંપતી વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો
કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન માનસિક બીમારીથી પીડાતા પતિએ પોતાની પત્નીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. જે બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, મુન્દ્રાના ઝરપરામાં રહેતા 70 વર્ષીય સ્વવરાજ સેડા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. ગત રાત્રિના સમયે, જમીન બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે તેવી શંકા રાખી પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન, સ્વવરાજ સેડાએ અચાનક ચાકુ વડે 65 વર્ષીય પત્ની હીરબાઈ સ્વવરાજ સેડા પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં હીરબાઈબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુંમરના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યા કરીને ફરાર થયેલા પતિની શોધખોળ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન, હત્યા સ્થળથી લગભગ 500 મીટર દૂર બાવળની ઝાડીમાંથી સ્વવરાજ સેડાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (ઈઇંઈ) ખાતે ખસેડ્યા છે. પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે તેવી પિતાને શંકા હતી. આવા ખોટા વહેમના કારણે એક પરિવારનો માળો વિંખાયો હતો.
મુન્દ્રા ઙઈં રાકેશ ઠુંમરે આ હત્યા અને આત્મહત્યાના બનાવની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, સ્વવરાજ સેડા માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમને એવી શંકા હતી કે, તેમનો પુત્ર તેમને જમીનમાંથી બેદખલ કરી દેશે. આ શંકાને કારણે ગત રાત્રે દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના ઉશ્કેરાટમાં આવીને સ્વવરાજ સેડાએ પોતાની પત્ની પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે દંપતીની દીકરી અને પુત્રવધૂ ઘરમાં અન્ય રૂૂમમાં હાજર હતા, જ્યારે પુત્ર નોકરી પર ગયો હતો. પોલીસે પુત્રની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.