માંડવી તા.પં.ના હોદ્દેદારો સાથે ડીડીઓએ ગેરવર્તન કરતા બેઠકમાં ભારે હોબાળો
માંડવી તાલુકા પંચાયતમાં ડીડીએ દ્વારા સમીક્ષા બેઠક બોલાવાઇ હતી જેમાં ડીડીઓ ઉત્સવ ગૌતમ પર ગેરવર્તણૂકનો આરોપ મુકાયો હતો કે તેમણે ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. હોબાળાના કારણે તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યોને બેઠકમાંથી બહાર કાઢાયા હતા. તેમણે આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. ઘટનાના પગલે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ તાલુકા પંચાયત પહોંચ્યા હતા.
આ મામલે ધારાસભ્યએ તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો સાથે બેઠક યોજી હતી. એવો આરોપ લગાવાયો હતો કે ડીડીઓને આવકારવા ગયેલા તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી ચેરમેન ને અપમાન કરી બહાર કાઢાયા હતા. ડીડીઓના ગેરવર્તણૂક મામલે સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને ફરિયાદ કરવામાં આવી હતી.
ભારે હોબાળાને જોતાં જિલ્લા વિકાસ અધિકારીને પોલીસ બોલાવાની ફરજ પડી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે ઉઉઘ ને બહાર નીકળવું પડ્યું હતું. ડીડીઓની વર્તણૂકથી ચૂંટાયેલા પદાધિકારી નારાજ થયેલા જોવા મળ્યા હતા.