ભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો
કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં નશીલા પદાર્થના ધમધમતા વેપલાનો વધુ એક વખત પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ભચાઉના શિકારપુર પાસે આવેલી અનમોલ હોટલના સંચાલકને રૂૂ.2.50 લાખના મુલ્યના હેરોઇન અને રૂૂ.19 હજારના મુલ્યના અફિણ સહીત કુલ રુ.2.69 લાખના માદક પદાર્થના જથ્થા સાથે પકડી લઇ પૂર્વ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂૂ.3.58 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
એસઓજીની ટીમ ભચાઉ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ભચાઉ બસ સ્ટેશન પાસે પહોંચી ત્યારે એએસઆઇ પુંજાભાઇ ચાડ અને અશોક સોંધરાને બાતમી મળી હતી કે, સામખિયાળી-મરબી હાઇવે પર શિકારપુર નજીક આવેલી હોટલ અનમોલ (તરન તારન) નો સંચાલક હરનેકસિંગ ઇન્દ્રજિતસિંગ ખેરા પોતાની હોટલમાં માદક પદાર્થનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે ઇન્વેસ્ટિગેશન કિટ તૈયાર કરી તેની હોટલમાં દરોડો પાડી તલાશી લેતાં હોટલમાંથી રૂૂ.2,50,000ની કિંમતનો 05 ગ્રામ હેરોઇન અને રૂૂ.19,000 ની કિંમતનો 16 ગ્રામ અફીણનો જથ્થો મળી આવતાં કુલ રૂૂ.2,69,000 ના મુલ્યના માદક પદાર્થ સાથે હોટલ સંચાલક હરનેકસિંગની અટક કરી મોબાઇલ અને રૂૂ.84 હજારની રોકડ સહિત કુલ રૂૂ.3,58,000 નો મુદ્દામાલ જપ્ત કરી સામખિયાળી પોલીસ મથકે તેના વિરૂૂધ્ધ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ વી.પી.આહીર અને સ્ટાફે સાથે રહીને કરી હતી.