For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ATSએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ, પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતી

01:26 PM May 24, 2025 IST | Bhumika
ગુજરાત atsએ કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ કરી ધરપકડ  પાક ઇન્ટેલિજન્સને મોકલતો ગુપ્ત માહિતી

Advertisement

કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો. ATSની ટીમ આરોપીને લઈને અમદાવાદ પહોંચી છે. આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.

પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતીઆપી રહ્યો છે. પોલીસે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને 1 મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ તેને બોલાવ્યો હતો.

Advertisement

વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને BSFની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.

કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું. આ કામ માટે તેને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement