For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

04:43 PM May 24, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્ર કચ્છમાં 104 દુકાનોમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા એક વર્ષમા 104 જેટલી ચોરી અને લુંટ ચલાવનાર ટોળકીને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા ગેંગના 4 સભ્યોએ સૌરાષ્ટ્ર - કચ્છમા અનેક દુકાનોમા ચોરી કર્યાનુ કબુલ્યુ હતુ .

Advertisement

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલી 104 દુકાનોમાં ગ્રાહકના વેશમાં દુકાનદારોની નજર ચૂકવી હાથફેરો કરનારી ઉત્તરપ્રદેશની આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા છે. આ ગેંગે ગત 14મી તારીખે સોમનાથ હાઈવે પરના બાદલપરા ગામમાં આવેલી શીતલ પ્રોવિઝન સ્ટોર્સમાંથી 7700 રૂૂપિયાની લૂંટ પણ કરી હતી માસ્ક પહેરેલા બે શખ્સો ટુ-વ્હીલર પર દુકાન પર પહોંચ્યા હતા. પાછળ બેઠેલા શખ્સે સાબુની ગોટી લેવાના બહાને પૈસા આપતી વખતે દુકાનદારનું ગળું પકડી પપૈસે દે દે વરના જાન સે જાઓગેથ તેવી ધમકી આપી હતી અને દુકાનદારના હાથમાંથી 7700 રૂૂપિયા ઝૂંટવી લઈ ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાની સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂૂ કરનાર ગીર-સોમનાથ એલસીબીની ટીમને આ મોટી સફળતા મળી છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પાલીતાણામાં 9 દુકાનો, અમરેલીમાં 3, માધવપુરમાં 6, સોમનાથમાં 5, સાળંગપુરમાં 19, ગોંડલમાં 20, ચોટીલામાં 21, જસદણમાં 2, મોરબીમાં 7, ગાંધીધામમાં 3 અને માંડવીની 9 દુકાનોમાં મળી કુલ 11 શહેરોમાં 104 દુકાનોમાં રોકડ ચોરીની કબૂલાત કરી છે. આ શખ્સોએ છેલ્લા એક વર્ષ દરમિયાન આ ચારેયે 104 જેટલી ચોરી-ચિલઝડપ કર્યાનું કબૂલ્યું છે .

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement