ગાંધીધામના ટ્રેડર પાસેથી 54.78 લાખ લીધા બાદ હાઈડ્રોકાર્બન ઓઇલ ન મોકલી ઠગાઇ
પૈસા પરત માંગતા હનિટ્રેપમાં ફસાવી દેવાની આપી ધમકી
ગાંધીધામના ટ્રેડરે મુંબઇની પેઢીને હાયડ્રોકાર્બન ઓઇલનો ઓર્ડર આપી બે ગાડી મગાવી તેનું રૂૂ.54.78 લાખ પેમેન્ટ ચુકવી દીધા બાદ ડાયડ્રોકાર્બન ઓઇલ ન પહો઼ચાડી વિશ્વાસઘાત કરવાની સાથે પૈસા પરત માગતાં હનિ ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.
ગાંધીધામ રહેતા અને હિમય બિઝકોન નામથી ઓઇલનું ટ્રેડિંગ કરતા સુરેન્દ્રભાઇ ફૂલચંદ જૈને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની પેઢી અલગ અલગ જગ્યાએથી ઇન્ડ્રસ્ટ્રીયલ ઓઇલ ખરીદી વેંચાણનું કામ કરે છે.
તા.14 ફેબ્રુઆરી ના સવારે સાક્ષી રાવત નામની મહિલાએ મુંબઇથી ફોન કરી તેમની શિવાઇ ટ્રેડીંગ અને ગલ્ફ પેટ્રોલિયમ બન્ને પેઢી મુ઼બઇમાં આવેલી છે. 10 પીપીએમ તથા એમએચઓ ઇન્ડ્રસ્ટ્રીયલ ઓઇલ મુંદ્રાથી ઇમ્પોર્ટ કરીએ છીએ તમારે ખરીદવું હોય તો જણાવજો કહ્યા બાદ તેમણે મિક્સ હાઇડ્રોકાર્બન ઓઇલની બે ગાડીઓનો ઓર્ડર તેમને આપ્યો તો.
આ પેટે તેમણે રૂૂ.54,78,514 નું પેમેન્ટ સાક્ષી રાવતના બેંક ખાતામાં કર્યુ઼ હતું. પેમેન્ટ કરવા છતાં તેમણે મગાવેલો માલ કે તેમણે ચૂકવેલા પૈસા તેમણે પરત ન આપી વિશ્વાસઘાત કર્યો એટલું જ નહીં તેમની પાસે ફોન કરી પૈસા પરત માગ્યા તો મને ફોન કરશો તો તમને હનિ ટ્રેપના ગુનામાં ફસાવી દઇશ તેવી ધમકી પણ આપી હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.
આ ઘટનામાં ભોગ બનનાર ફરિયાદી સુરેન્દ્રભાઇ જૈને જણાવ્યુ઼ હતું કે, આ બનાવમાં 27 ફેબ્રુઆરીના મેં ફરિયાદ નોંધાવી , તા.28 ફેબ્રુઆરીના પોલીસે તેમનું રેકોર્ડ નીવેદન લીધું, ત્યારબાદ ફરીયાદ ન નોંધાતા આ બાબતે પોલીસવડાને તથા બોર્ડર રેન્જ આઇજીને પણ રજુઆત કરી, પરંતુ ક્યાંયથી પ્રતિસાદ ન મળતાં હાઇકોર્ટના શરણે ગયા હતા. ત્યારબાદ 8 મહીના પછી અંતે મારી ફરીયાદ નોંધાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.