ગાંધીધામની શિક્ષિકાના પરિવારને સતત 12 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂા.15.50 લાખની ઠગાઇ
ગાંધીધામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વોટ્સઅપ પર વીડીયો કોલ કરીને પોલીસની વર્ધીમાં દેખાતા શખ્સોએ પોતાની ઓળખ સીબીઆઈ, મુંબઈ ક્રાઈમ બ્રાંચની આપીને શિક્ષિકાના પરિવારને ડરાવી, ધમકાવીને મની લોન્ડરીંગનો તમારા પર કેસ થયો હોવાના ખોટા આધાર પુરાવાઓ દર્શાવીને 15.50 લાખ એઠી લીધા હતા. આ સમય દરમ્યાન આને નનેશનલ સિક્રેટથ નું નામ આપીને તેમને ઘરની બહાર નિકળવા કે છાપા વાંચવાની પણ મનાઈ ફરમાવાઈ હતી.
પુર્વ કચ્છ, ગાંધીધામના સાયબર ક્રાઈમ પોલીસ મથકે ખાનગી શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવતા કાન્તાબેન નરેશભાઈ સોલંકીએ બે વોટ્સનંબર ધારક અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 6/2ના તેવો શાળામાં ક્લાસ લઈ રહ્યા હતા ત્યારે તેમને અજાણ્યા નંબર પરથી સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ, મુંબઈ વાળો મેસેજ આવ્યો હતો અને પ્રોફાઈલ પીક્ચરમાં ગ્રેટરેટ મુંબઈ પોલીસનો લોગો હતો. તેમણે ત્યાર બાદ મેસેજ કરીને કહ્યું કે આર યુ રેડી ફોર સ્ટેટમેન્ટ? અને પછી તરત વીડીયો કોલ કર્યો હતો.
વીડીયો કોલમાં પોલીસની વર્ધી પહેરેલા શખ્સ દેખાયા અને તેમણે કહ્યું કે તમારા સામે મની લોન્ડરીંગનો કેસ થયો છે અને તમારે અમે કહીએ તેમ કરવું પડશે. જેથી ફરિયાદી ભયભીત થઈ ગયા અને પોતાના પતીને સ્કુલ બોલાવ્યા, પરંતુ આરોપીએ વીડીયો કોલમાં પતીને જોઇ લેતા કોઇને આ અંગે ન કહેવા અને આ નેશનલ સિક્રેટ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ફોન ન કટ કરીને તમારે ડીજીટલ એરેસ્ટમાં રહેવું પડશે, નહિતર મુંબઈ આવીને ફીઝકલ એરેસ્ટ કરવા પડશે તેવું કહીને ડરાવ્યા ધમકાવી તેમની પાસેથી આધારકાર્ડના ફોટા મંગાવી લીધા હતા.
ત્યારબાદ કેટલી સંપતી છે તે અંગેની પુછપરછ કરી હતી. આ દરમ્યાન આરોપીઓએ સુપ્રીમ કોર્ટ, સીબીઆઈ, પોલીસના નામે વિવિધ દસ્તાવેજો તેમને વોટ્સઅપ કરીને આ સમગ્ર ષડયંત્ર સાચુ હોવા માનવા પર મજબુર કરી દીધા હતા. તેમને કહેવામાં આવ્યું કે તેમના ખાતામાં 25 લાખ આવ્યા છે અને હજુ બે કરોડ આવવાના છે, તમારે રૂૂપિયા જમા કરાવવા પડશે જે સુપ્રીમ કોર્ટ પાસે સુરક્ષીત રહેશે. એમ કહીને માનસીક ટોર્ચર કરી એક વાર 7.50 લાખ, બીજી વાર 4.80 લાખ અને ત્રીજી વાર 3.20 લાખ એમ કુલ મળીને 15.50 લાખ કઢાવી લીધા હતા.
આ દરમ્યાન તેમણે મીલકત જપ્તી અને દિકરીના અપહરણ થવાની શક્યતા દર્શાવીને પણ ડરાવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેમને કલાકો સુધી વીડીયો કોલ ચાલુ રાખવા મજબુર કરાતા હતા અને ઘરની બહાર ન નિકળવા, છાંપા ન વાંચવા કહેવાયું હતું. સાયબર ક્રાઈમ પોલીસે બે વોટ્સઅપ નંબર ધારક અને તપાસમાં જે નિકળે તેની સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.