‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37 લાખ જેટલી રકમ લઈ લીધી હતી.ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકે સાંઈ એસ. શાસ્ત્રી (રહે. ગુરુકુળ વિસ્તાર, ગાંધીધામ) એ આરોપી મોબાઈલ નંબર ધારક દિપકકુમાર ઈન્ડીયા પોસ્ટ ઈન્ટરનેશનલ સર્વિસ તરીકે ઓળખ આપનાર, આરોપી મોબાઈલ નંબર ધારક જેણે પોતે એલટી માર્ગ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રશાંત પાટીલ તરીકે ઓળખ આપી, તેમજ ત્રીજો શખ્સ જેણે બે મોબાઈલ નંબરથી ફોન કરીને એલટી માર્ગ પીઆઈ પાટીલ તરીકે ઓળખ આપીને રુપીયા ખંખેરી લીધા હતા. તેની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 11/1થી આજ દીન સુધીમાં આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર પર ઈન્ડીયા પોસ્ટ ઈન્ટરનેશનલ સર્વિસના દિપકકુમાર વાળા તરીકે વાત કરીને ફરિયાદીનું પાર્સલ મુંબઈ એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા સીઝ કરેલ છે, જેમાં પોલીસ યુનીફોર્મ તથા પોલીસ આઈકાર્ડ અને ડ્રગ્સ વાળુ મળેલ છે.
તેમ કહી અને મુંબઈ પોલીસને કોલ ફોરવર્ડ કરી અને મોબાઈલ નંબર પર એલટી માર્ગ મુંબઈ પોલીસને કોલ ફોરવર્ડ કરી અને અન્ય નંબરથી એલટી માર્ગ મુંબઈ પોલીસ સ્ટેશનમાંથી ઈન્સ્પેક્ટર પ્રશાંત પાટીલ નામના વ્યક્તીએ ફરિયાદી સાથે પાર્સલ બાબતે વાતચીત કરી ફરિયાદીને વ્હોટસએપ પરથી બે મોબાઈલ નંબર પરથી અવાર નવાર ફરિયાદીને વીડીયો કોલ કરી અને મુંબઈ પોલીસ તરીકે ઓળખાણ આપી મની લોડરીંગ તથા આરબીઆઈ તથા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા ફરિયાદીએ એસબીઆઈમાંથી 18,31,520 તથા ડીબીએસ બેંકથી 18, 31,520 એમ કુલ્લે 36,63,040 ઓનલાઈન પોલીસની ઓળખ આપી કઢાવી લઈ અને અવાર નવાર માનસીક ટોર્ચર કરી ફરિયાદી સાથે ગુનાહિત કાવત્રુ રચી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો.