કચ્છના લાકડિયામાં ચોખાની આડમાં 24.81 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા
ભચાઉના લાકડીયા થી રાધનપુર હાઇવે સુધી ચોખાની આડમાં હરીયાણાથી પહોંચી આવેલા રૂૂ.24.81 લાખના વિદેશી દારૂૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને પોલીસે પકડી લઇ ટ્રેઇલર, કાર, 5 મોબાઇલ ,ચોખાની 1700 બોરી સહિત કુલ રૂૂ.67.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ બાબતે મળેલી વિગતો મુજબ, પૂર્વ કચ્છ એલસીબીની ટીમ લાકડિયા-સામખિયાળી હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ અને ધર્મેશકુમાર પટેલને સંયુક્ત બાતમી મળી હતી કે, અંજારના મેઘપર બોરીચી રહેતો ધર્મેન્દ્ર હરભાનસિંગ ચૌધરી પોતાના માણસો મારફત હરિયાણાથી ચોખાની આડમાં ટ્રેઇલરમાં દારૂૂનો જથ્થો લોડ કરાવી કચ્છમાં લઇ આવી રહ્યો છે અને હાલ એ ટ્રેઇલર સામખિયાળીથી લાકડીયા વચ્ચેની હાઇવે હોટલ પર ઉભું છે જેને ખાલી કરવા લઇ જવા કારમાં બે માણસો પણ સાથે છે.
આ બાતમી મળતાં જ હાઇવે હોટલો પર ચેકીંગ ચાલુ કર્યું હતું. ચેકિંગ દરમિયાન બાતમી મુજબનું ટ્રેઇલર લાકડીયા ગામની નદીના પુલ પાસે આવેલી શિવ હરિયાણા હોટલના કમ્પાઉન્ડમાં મળી આવતાં તેની તલાશી દરમિયાન ચોખાની બોરીઓ નીચે સંતાડેલા રૂૂ.24,81,600 ની કિંમતના વિદેશી દારૂૂની 3,600 ાાબોટલો મળી આવી હતી. પોલીસે ટ્રેઇલર, પાયલોટિંગ કરી રહેલી કાર, પાંચ મોબાઇલ અને રૂૂ.21 લાખની કિંમતના ચોખાની 1700 બોરીઓ સહિત કુલ રૂૂ.67,31,600નો મુદ્દામાલ કબજે કરી હરિયાણાનો વિનોદકુમાર સુનેહરા પંડીત, આદિપુરનો સંજય કરમવીર કાકરણ (વાળંદ) , આદિપુરનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ વિસનદાસ તેજવાણી, હરિયાણાનો ધર્મેન્દ્ર ચાંદરામ જાટની ધરપકડ કરી હતી. આ દારૂૂનો જથ્થો મુન્દ્રા કટિંગ કરવાનો હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું.
આ બાબતે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ , 24 લાખના શરાબના જથ્થા સાથે પકડાયેલા ચાર આરોપીઓ પૈકી ધર્મેન્દ્ર ચાંદરામ જાટ થોડા વર્ષો અગાઉ આદિપુરમાં થયેલી ફાયરિંગ સાથેની એટીએમ લુંટ કેસનો પણ આરોપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે એટીએમ પર ફાયરિંગ કરી 24 લાખની લૂંટને અંજામ અપાયા બાદ પુર્વ કચ્છ પોલીસ જ્યારે એ ગેંગને પકડવા પહો઼ચી હતી ત્યારે પોલીસ ઉપર પણ ફાયરીંગ કરાયું હતું પણ પોલીસે એ ગેંગના સૂત્રધારોને પકડી લીધા હતા