કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોત
32ની કેપેસિટી વાળી બસમાં 40 લોકો હતા સવાર; 20 જેટલા મુસાફરોને ઇજા, મૃત્યુઆંક વધવાની આશંકા
રાજયમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઇ રહયા છે ત્યારે વધુ એક બનાવમા ભુજ - મુન્દ્રા રોડ પર કેરા ગામ પાસે ક્ધટેનર ઓવરટેક કરવા જતા મીની બસ સાથે ધડાકાભેર અથડાયુ હતુ. જે ગમખ્વાર અકસ્માતમા 7 મુસાફરોના કમકમાટી ભર્યા મોત નીપજયા હતા જયારે ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. અકસ્માતને પગલે ભુજ - મુન્દ્રા રોડ પર ટ્રાફીક જામ સર્જાયો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભુજથી પેસેન્જર ભરી મીની બસ મુન્દ્રા જઇ રહી હતી ત્યારે ભુજ - મુન્દ્રા હાઇવે પર કેરા ગામ નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા ક્ધટેનરના ચાલકે ઓવરટેક કરવા જતા ક્ધટેનર મીની બસ સાથે અથડાયુ હતુ. ક્ધટેનર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો મીની બસમા સવાર 7 મુસાફરો ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજયા હતા.
જયારે અન્ય ઇજાગ્રસ્તોની બચાવો બચાવોની ચીચીયારીઓથી રોડ ગુંજી ઉઠયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ટ્રાફીક જામ સર્જાયો હતો. એકઠા થયેલા લોકો દ્વારા તાત્કાલીક 108 અને પોલીસને જાણ કરાતા 108 ની ટીમ અને પોલીસના ઉચ્ચ અધીકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક જી. કે. હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાથમીક તપાસમા ક્ધટેનરે મીની બસને ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હોવાનુ સામે આવ્યુ છે જયારે બીજી તરફ ટ્રક અને બસ સામ સામે આવી જતા ઘટના ઘટી હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઇને નીવેદનો લીધા છે. અને મૃતકોની ઓળખને લઇ પરીવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. તમામ મૃતદેહને પીએમ માટે હોસ્પીટલ ખાતે ખસેડાયા છે. અને મૃતદેહના પીએમ થયા બાદ પરીવારજનોને મૃતદેહ સોપવામા આવશે જયારે 3ર ની કેપીસીટીવાળી બસમા 40 જેટલા લોકો સવાર હોવાનુ જાણવા મળ્યુ છે જયારે મૃત્યુઆંક વધે તેવી શંકા સેવાઇ રહી હોવાનુ તેવુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે માનકુવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.