ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટ
02:26 PM Dec 10, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો વહેલી સવારે 2.28 વાગ્યે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ધોળાવીરાથી 32 કીમી દુર નોંધાયુ હતુ. અગાઉ કચ્છના રાપરમાં પણ રાત્રીના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના નોંધાઈ છે. સિસ્મોલોજી કચેરીના સિસ્મોગ્રાફી મશીન પર આ આંચકાની તીવ્રતા 3.7 નોંધાઈ છે, પરંતુ સ્થાનિક સ્તરે તેની કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી.
Next Article
Advertisement