For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધા

11:59 AM Apr 14, 2025 IST | Bhumika
કચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ કાર પડાવી લીધા

કહેવાતા પત્રકાર સહિત ચારની ધરપકડ, ઓફિસમાંથી થોકબંધ કોરા ચેક, સરકારી સ્ટેમ્પ, વસિયતનામા, સોગંદનામા મળ્યા

Advertisement

કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લેવાની ઘટનામાં પોલીસે ચાર આરોપીને જડપી પાડયા છે આ મામલે મુંદ્રા પોલીસે આરોપીની ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે. ત્યારે આરોપી પાસેથી અતિ મહત્વના સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મળતી માહિતી મુજબ મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવકના 30 લાખના મકાનના ઓરીજનલ દસ્તાવેજ અને પાંચ લાખની કિમતની કાર પડાવી લેવાની ઘટના સામે આવી છે . જાણકારી મુજબ ફરિયાદી યુવક વિરુદ્ધમાં મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ અરજી આપી હતી .આ અરજી બાદ આરોપીએ સામેથી યુવકનો સંપર્ક કર્યો અને યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ આરોપીએ સમાધાન માટે ઓફર કરી અને મુંદ્રાના પાવાપૂરી ચાર રસ્તા પાસે સહારા ફાયનાન્સ નામની પેઢી ચલાવતા મોહમદ શકીલ યાકુબ અને એડવોકેટ એમ.એચ.ખોજા સમાધાન કરવી કરવી આપવાની જાળ બિછાવી હતી.

Advertisement

પશ્ચિમ કચ્છના ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયનના જણાવ્યા મુજબ આરોપીએ રેપ કેસની ધમકી આપી યુવકના મકાનના દસ્તાવેજ તેમજ કાર પડાવી લીધી હતી . આ મામલે યુવકે ચાર સખ્સો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીની ધરપકડ કરી છે .આ ગુન્હાના કામનો મુદામાલ આરોપીએ મોહમદ શકીલ અને મહમદ રફીક હાજી ખોજાની ઓફિસમાં રાખ્યો હોવાની કબુલાત કરી છે .પોલીસે ચારેય આરોપીને સાથે રાખીને ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે .પોલીસને આરોપીની ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિના કોરા ચેક 26 , સરકારી કોરા સ્ટેમ્પ 46 , જમીન વેચાણ કરેલ દસ્તાવેજ 24 , વિલ વસિયતનામા 6 , જુદા જુદા વ્યક્તિના સોગંધનામાં 23 , પાવર ઓફ એટર્ની 36 , સાટા કરાર 44 મળી આવ્યા છે .આ સાથેજ ચેકબુક પાસબુક 12 , મરણ સર્ટિફિકેટ 42, ત્રણ પેન ડ્રાઈવ , રૂૂપિયા ગણવા માટેનું મશીન , બે છરી મળી આવી છે.

સાથેજ પોલીસે આરોપી પાસેથી ત્રણ કાર , સાત મોબાઈલ અને 3.23 લાખ રોકડ , સહિતનો મુદામાલ કબજે કર્યો છે . અને આરોપીની ઓફિસમાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવતા પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે .આરોપી અનેક ગુન્હાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે .મુંદ્રા પોલીસે આરોપી મોહમદ શકીલ ઘુઇયા , મહમદ રફીક હાજી ખોજા , હિમાંશુ નવીનભાઈ મકવાણા , મુસ્તાક અલારખીયાની ધરપકડ કરીને તેમની સામે ઇગજની કલમ 308(6), 61(2), 3(5) મુજબ ગુન્હો નોંધી આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે . સાથેજ પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી છે કે આરોપી પાસે કોઈપણ નાગરિકે પ્લોટ , જમીન , વાહન , દાગીના ગીરવે મુકેલ હોય , અથવા કોઈપણ મિલકત પડાવી લીધેલ હોય મુંદ્રા પોલીસનો સંપર્ક કરવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement