For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાંથી એટીએસ એ ઝડપેલા જાસુસ મામલે પોસ્ટ મુકનાર પોલીસકર્મીને ડિસમીસ કરો

04:53 PM May 28, 2025 IST | Bhumika
કચ્છમાંથી એટીએસ એ ઝડપેલા જાસુસ મામલે પોસ્ટ મુકનાર પોલીસકર્મીને ડિસમીસ કરો

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનીઓ સાથે કનેક્શન ધરાવતા લોકોને ATS દ્વારા ઉઠાવી લેવાની કાર્યવાહી શરૂૂ છે ત્યારે કચ્છમાંથી પણ ગૂજરાત ATS એ પાકિસ્તાની મુખબરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. સહદેવસિંહ ગોહિલ નામનો વ્યક્તિ કચ્છમાંથી સૈનાના સંરક્ષણની લોકેશનની મુખબરી કરતો હતો. ATS એ દેશવિરુદ્ધી કાર્ય કરતા આ શખ્સને ઉઠાવી લીધો છે અને આગળની દિશામાં પુછપરછ અને તપાસનો દોર શરૂૂ છે એવામાં રાજકોટ શહેર પોલીસમા ફરજ બજાવતા દિવ્યરાજ જાડેજા નામના એક પોલીસ કર્મીએ આ મુખબીરને લઇ તેઓ જ્ઞાતિનો નથી પરંતુ જ્ઞાતિનો છે તેવી વ્હોટ્સ એપ ગ્રુપમા પોસ્ટ મૂકી હતી જેને લઇ સમગ્ર કારડીયા રાજપુત જ્ઞાતિની લાગણી દુભાણી છે.

Advertisement

કોઇપણ એવીડન્સ વગર પોલીસ કર્મીએ વોટ્સએપના એક ગ્રુપમાં પાકિસ્તાનની મુખબરી કરતો શખ્સ એક ચોક્કસ જ્ઞાતિનો છે એવી વોટ્સએપના એક ગ્રુપમાં પોસ્ટ વાઇરલ કરીને બે જ્ઞાતિ વચ્ચે વિવાદ વકરાવ્યો છે જેને લઈને કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણીઓ દ્વારા આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે દેશદ્રોહીઓને કોઈ નાત-જાત-ધર્મ હોતો નથી છતા શિષ્ટબદ્ધ ગણાતા પોલીસ વિભાગના આ કર્મચારીએ કારડીયા રાજપૂત સમાજના લોકોની લાગણીને ઠેસ પહોચાડવનુ કૃત્ય કરનાર પર કડક કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

પોલીસ વિભાગના આ કર્મીએ સોશિયલ મીડિયામા પર કોઈ બાબત જાણ્યા જોયા વગર (વાસ્તવિકતા તપાસ્યા વગર) બે જ્ઞાતિઓ વચ્ચે વિવાદ અને વર્ગવિગ્રહ ઉભો થાય તેવી ઉશ્કેરણભરી પોસ્ટ મૂકીને ભૂતકાળથી ચાલતા વિવાદની પરિસ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. જયારે કાયદો અને વ્યવસ્થાનો રક્ષક ગણાતો પોલીસ કર્મી આવા ઘૃણાસ્પદ કૃત્યમાં સંડોવાય, ત્યારે એ સમગ્ર તંત્રની શિસ્ત અને નૈતિકતાની પ્રશ્નચિહ્ન ઉભી કરે છે. દેશદ્રોહ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિનો કોઈ ધર્મ કે જ્ઞાતિ સાથે સંબંધ ન હોય આવા દુષ્કૃત્ય માટે જવાબદાર વ્યક્તિ માત્ર દેશદ્રોહી હોય છે અને તેને કડક સજા મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement